________________
૭૦૬ ]
[મહામણિ ચિંતામણિ
- સેવં ભંતે સેવં ભંતે
કકક ક
કકડ :
૪
-Hજ્ય મુનિ શ્રી સુઘર્મસાગરજી મહારાજ મહાપુરુષોની દિનચર્યાની ઝીણી ઝીણી વિગતો સામાન્ય માનવી માટે બહુ મોટું માર્ગદર્શન બની રહેતી હોય છે. નાનકડું નામ-રટણ સામાન્ય માનવીના જીવન-પરિવર્તનનું કારણ બની રહેતું હોય છે. ગૌતમસ્વામી જીવનના ગમે તેવા સમાધાન માટે ચાર અક્ષરનો પાવન–મંત્ર ચીંધે છે : સેવં ભંતે!–તેનું મુનિએ સચોટ વિવરણ કર્યું છે.
-સંપાદક
દ્વાદશાંગીનું પાંચમું અંગ ‘વ્યાખ્યાપ્રજ્ઞપ્તિ’– જેનું પ્રચલિત નામ છે ભગવતીસૂત્ર. એમ કહેવાય-સંભળાય છે કે આ વ્યાખ્યાપ્રજ્ઞપ્તિ આગમના ૩૬000 પ્રશ્નો તથા તેના સમાધાન હતાં હાલ ઉપલબ્ધ વ્યાખ્યાપ્રજ્ઞપ્તિમાં એટલા પ્રશ્નો નથી. | તીર્થંકર પરમાત્માનાં વચનો પ્રત્યેની દઢ શ્રદ્ધા કેળવવામાં એક સુંદર આલંબન એટલે પ્રશ્નના ઉત્તરને પ્રાપ્ત કર્યા પછી ગૌતમ ગણધરના મુખમાંથી નીકળતા બે શબ્દો –ચાર અક્ષર “સેવ ભંતે સેવં ભંતે.”
શંકા રજૂ કરતી વખતે દઢ વિશ્વાસ છે કે મારી શંકાનું સમાધાન થશે. આ એક જ સ્થાન છે કે જ્યાં મારી કે બીજા કોઈ પણ જીવની રજૂ થતી શંકાનું સચોટ, સુંદર, સત્ય, હિતકર સમાધાન મળવાનું.
આપણે મનમાં કલ્પનાચિત્ર તૈયાર કરીએ કે ગણધર ગૌતમ ભગવંતને શંકા પૂછી રહ્યા છે, તે સમયે તેમની મુખાકૃતિ કેવી હશે ? નાનું બાળક જેમ પોતાની માતાને કે સ્વજનોને પ્રશ્ન પૂછે ત્યારે તેની મુખાકૃતિ કેવી હોય છે ? ઉત્તર મળતાં બાળકની જિજ્ઞાસા સંતોષાય ત્યારે કેટલો આનંદ હોય છે ! બાળક થોડું મોટું થાય પછી વિદ્યાર્થી બને ત્યારે શંકાનું સમાધાન મેળવતાં કેવો આનંદ પામે છે! પરીક્ષા આપવા જતી વખતે થતી શંકાનું સમાધાન મળે તો કેવો આનંદ થાય છે! મોટા થતાં સંસાર-વ્યવહારમાં જે ગૂંચ ઊભી થાય તેનું સમાધાન મળે ત્યારે કેવો આનંદ થાય છે ! આ બધા આનંદના પ્રકારોમાં ક્રમશઃ સ્થિતિ વધારે હોય છે. આની સામે જનમ-મરણના ફેરા મિટાવનાર, અનેક ભવોથી આત્મામાં જમા થયેલા કર્મપ્રદેશોને દૂર કરનાર સમાધાન મળે ત્યારે શંકા દૂર થનારને કેવો આનંદ થાય છે !
આવા આનંદને પ્રાપ્ત કર્યા બાદ ભગવંત પ્રત્યેની દઢ શ્રદ્ધા, પ્રતીતિ દશાવનાર રોમરોમમાં છલકતો આનંદ પ્રતિપાદન કરનાર ગણધર ગૌતમના ચાર અક્ષરો–બે શબ્દો :
‘સેવં ભંતે–સેવં ભંતે !' હે ભગવાન! તે તેમ જ છે. યથાસ્થિત છે. બાળપણની અવસ્થામાં થયેલી જિજ્ઞાસા અને મેળવેલ સમાધાન વિદ્યાર્થી-અવસ્થામાં તુચ્છ !