________________
શ્રી ગુરુ ગૌતમસ્વામી ]
[ ૬૭૧
(૧૩) ગાધર : આ લબ્ધિ પ્રાપ્ત કરનાર તીર્થકર ભગવાનના ગણધરનું પદ મેળવવાને સમર્થ બને છે.
(૧૪) પૂર્વધર : આ લબ્ધિ મેળવનાર મહાત્માઓ અંતરમુહૂર્તમાં (બે ઘડીમાં) ચૌદ પૂર્વનું જ્ઞાન મેળવી શકે છે.
(૧૫) રિહંત : આ લબ્ધિ દ્વારા અરિહંત ભગવાનનું પદ મેળવી શકાય છે.
(૧૬) શ્વવર્તી : આ લબ્ધિ દ્વારા ચક્રવર્તીનું પદ મેળવી શકાય છે. ચક્રવર્તી એટલે છ ખંડ ધરતીના સ્વામી અને ચૌદ રત્નના ધારક કહેવાય છે.
(૧૭) વનવેવ : આ લબ્ધિ દ્વારા બલદેવના પદની પ્રાપ્તિ થાય છે. (૧૮) વાસુદેવ : આ લબ્ધિ દ્વારા વાસુદેવના પદની પ્રાપ્તિ થાય છે.
(૧૯) લીરમધુર્ષિાથવ : “ક્ષીર’ એટલે ચક્રવર્તીની ગાયનું દૂધ. મધુ એટલે સાકર વગેરે પદાર્થો, સર્ષિ એટલે અતિશય સુગંધવાળું ઘી. આવી લબ્ધિવાળા મહાત્માઓની વાણી સાંભળનારા માણસોને દૂધ, મધ તથા ઘીની મધુરતા જેવો અનુભવ થાય છે.
(૨૦) હોવુદ્ધિ : કોષ્ટ' એટલે કોઠાર. કોઠારમાં રાખેલું ધાન્ય ઘણા લાંબા સમય સુધી એવું ને એવું સારું રહે છે અને બગડી જતું નથી, તેવી રીતે ગુરુના મુખથી એક વખત શ્રવણ કરેલાં વચનો સ્મૃતિમાં એવા ને એવાં હંમેશને માટે સચવાઈ રહે તેને કોષ્ટક બુદ્ધિ લબ્ધિ કહેવામાં આવે છે.
(૨૧) પાનુસરિઝ શ્લોકના કોઈ પણ એક પદને સાંભળવાથી આખા શ્લોકનાં બધાં પદો સમજાઈ જાય તેને પદાનુસારિણી લબ્ધિ કહેવામાં આવે છે.
(૨૨) વીનવૃદ્ધિઃ એક અર્થ પરથી ઘણા અર્થોને ધારણ કરનારી બુદ્ધિ તે બીજબુદ્ધિ કહેવાય છે.
(૨૩) સૈનસી (તેનોનૅરયા) ક્રોધે ભરાયેલા સાધુ જેના ઉપર ક્રોધ કર્યો હોય તેવા માણસોને અથવા ધૂળ કે સૂક્ષ્મ પદાર્થોને, પર્વત કે મોટાં નગરોને પોતાના મુખમાંથી નીકળેલી જ્વાળા વડે બાળી નાખવાને સમર્થ હોય તે તેજસી લબ્ધિવાળા (તેજોવેશ્યાવાળા) કહેવાય છે.
(૨૪) માહીર શરીરના પ્રકારોમાં એક પ્રકાર તે આહારક શરીરનો છે. આહારક લબ્ધિવાળા મહાત્માઓ પોતાના સંશયનું નિવારણ કરવાને માટે અથવા તીર્થકર ભગવાનનું સાક્ષાત દર્શન કરવાને માટે પોતાના શરીરમાંથી એક હાથ જેટલું પોતાની આકૃતિનું પૂતળું પોતાના મસ્તકમાંથી બહાર કાઢી તીર્થકર ભગવાન પાસે મોકલે અને સંશયનું સમાધાન કરી, દર્શન કરી પાછું આવી એ પૂતળું પોતાના શરીરમાં દાખલ થઈ જાય છે. આવી લબ્ધિ આહારક લબ્ધિ તરીકે ઓળખાય છે.
(૨૫) શીતશ્યા તેજોલેશ્યાથી રક્ષણ કરવા માટે પ્રાપ્ત થયેલી શક્તિ તે શીતલેશ્યા કહેવાય છે. એ જ્યારે છોડવામાં આવે છે ત્યારે શીતળતા પ્રસરે છે. એથી તેજોલેશ્યા ખાસ અસર કરી શકતી નથી.
(૨૬) વૈક્રિય ફેરઘારી આ લબ્ધિથી શરીરને નાનું, મોટું, હલકું કે ભારે કરી શકાય છે અને શરીરનું રૂપ પણ બદલી શકાય છે.