________________
૬૭૨ ]
[મહામણિ ચિંતામણિ
(૨૭) મણીબ માનસી : આ પ્રકારની લબ્ધિથી નિપજાવેલું ભોજન પોતે ખાય તો જ ખૂટે, પરંતુ બીજા અનેક માણસો ખાય તો પણ ખૂટે નહીં. અર્થાત લબ્ધિધારી યોગી પોતે જ્યાં સુધી આહાર ન કરે ત્યાં સુધી ખાવાનું ખૂટતું નથી.
(૨૮) પુરાવા : આ લબ્ધિ દ્વારા સાધક એવી શક્તિ પ્રાપ્ત કરે છે કે પોતાના દેડમાંથી પૂતળું ! કાઢીને શત્રુની સેનાને પરાજિત કરી શકે છે. ચક્રવર્તીનો પણ નાશ કરવાને તે સમર્થ થાય છે.
શ્રી જિનપ્રભસૂરિ કૃત “સૂરિમંત્ર બૃહત્ કલ્પ વિવરણ'માં નીચે પ્રમાણે પચાસ લબ્ધિઓનો ! ઉલ્લેખ છે :
(૧) જિનલબ્ધિ (૨) અવધિલબ્ધિ (૩) પરમાવધિલબ્ધિ (૪) અનન્નાવધિલબ્ધિ (૫) અનન્તાન્તાવધિલબ્ધિ (૬) સવવિધિલબ્ધિ (૭) બીજબુદ્ધિ લબ્ધિ (૮) કોષ્ટબુદ્ધિ લબ્ધિ (૯) પદાનુસારી લબ્ધિ (૧૦) સંભિન્ન શ્રોતલબ્ધિ (૧૧) ક્ષીરાસવલબ્ધિ (૧૨) મધ્વાસવ (૧૩) અમૃતામ્રપલબ્ધિ (૧૪) અક્ષણ મહાનસીલબ્ધિ (૧૫) આમષષધિલબ્ધિ (૧૬) વિપૃષૌષધિલબ્ધિ (૧૭) શ્લેખૌષધિલબ્ધિ (૧૮) જલ્લૌષધિલબ્ધિ (૧૯) સવૌષધિલબ્ધિ (૨૦) વૈક્રિયલબ્ધિ (૨૧) સર્વલબ્ધિ (૨૨) ઋજુમતિલબ્ધિ (૨૩) વિપુલમતિલબ્ધિ (૨૪) જંઘાચારણલબ્ધિ (૨૫) વિદ્યાચારણલબ્ધિ (ર૬) પ્રજ્ઞાશ્રમણલબ્ધિ (૨૭) વિદ્ધસિદ્ધલબ્ધિ (૨૮) આકાશગામી લબ્ધિ (૨૯) તખલેશ્યાલબ્ધિ (૩૦) શીતલેશ્યાલબ્ધિ (૩૧) તેજોલેશ્યા લબ્ધિ (૩૨) વાવિષ લબ્ધિ (૩૩) આશીવિષ લબ્ધિ (૩૪) દષ્ટિવિષ લબ્ધિ (૩૫) ચારણ લબ્ધિ (૩૬) મહાસ્વપ્ન લબ્ધિ (૩૭) તેજાગ્નિનીસર્ગ લબ્ધિ (૩૮) વાદિલબ્ધિ (૩૯) અષ્ટાંગ નિમિત્ત કુશલ લબ્ધિ (૪૦) પ્રતિમ પ્રતિપન્ન લબ્ધિ (૪૧) જિનકલ્પ પ્રતિપન્ન લબ્ધિ (૪૨) અણિમાદિ સિદ્ધિલબ્ધિ (૪૩) સામાન્ય કેવલી લબ્ધિ (૪૪) ભવત્થ કેવલી લબ્ધિ (૪૫) અભવત્થ કેવલી લબ્ધિ (૪૬) ઉગ્રતા લબ્ધિ (૪૭) દીપ્ત તપલબ્ધિ (૪૮) ચતુર્દશપૂર્વલબ્ધિ (૪૯) દશપૂર્વલબ્ધિ (૫૦) એકાદશાંગ (શ્રત) || લબ્ધિ .
જૈન ધર્મમાં આમ પચાસ પ્રકારની લબ્ધિનો મહિમા બહુ વર્ણવાયો છે. ઉગ્ર તપશ્ચર્યાથી પ્રગટ થતી આ વિશિષ્ટ લબ્ધિઓ છે. આપણા ધાર્મિક સાહિત્યમાં નીચેનો દુહો પ્રચલિત છે :
કર્મ ખપાવે ચીકણાં, ભાવ મંગલ તપ જાણ;
પચાશ લબ્ધિ ઊપજે, નમો નમો તપ ગુણ ખાણ. (તપને ભાવ મંગલ જાણવું. કારણ કે તે ગમે તેવાં ચીકણાં કર્મો ખપાવી દે છે અને પચાસ લબ્ધિઓને ઉત્પન્ન કરે છે. આવા મહાન ગુણના સ્થાનરૂપ તપને વારંવાર નમસ્કાર હો.)
આ બધી લબ્ધિઓમાંથી શ્વેતાંબર પરંપરાની માન્યતા અનુસાર અરિહંતલબ્ધિ, ચકિલબ્ધિ, વાસુદેવલબ્ધિ, બલદેવલબ્ધિ, સંભિન્નલબ્ધિ, ચારણલબ્ધિ, પૂર્વલબ્ધિ, ગણધરલબ્ધિ, પુલાકલબ્ધિ અને આહારકલબ્ધિ અભવ્ય પુરુષોને, અભવ્ય સ્ત્રીઓને અને ભવસિદ્ધિક સ્ત્રીઓને પ્રાપ્ત થતી નથી. વળી અભવ્ય પુરુષો અને અભવ્ય સ્ત્રીઓને કેવલીલબ્ધિ, ઋજુમતિ લબ્ધિ અને વિપુલમતિ લબ્ધિ પણ પ્રાપ્ત થતી નથી. ભવસિદ્ધિક સ્ત્રીઓને અરિહંત લબ્ધિ જો પ્રાપ્ત થતી નથી તો મલ્લિનાથ સ્ત્રી તરીકે તીર્થકર કેવી રીતે થયા એવા પ્રશ્નના જવાબમાં શાસ્ત્રકારો કહે છે કે એ અપવાદરૂપ છે અને એટલા માટે એ ઘટનાની ગણના “અચ્છેરા'માં થાય છે.