________________
૬૭૦ ]
[ મહામણિ ચિંતામણિ
(૩) વેનૌષથઃ ખેલ” એટલે શ્લેખ અથવા બળખો. જે સાધકોના ખેલ એમની લબ્ધિને કારણે સુગંધિત થઈ જાય છે અને તે વડે તેઓ બીજાના રોગોનું નિવારણ કરવાને માટે સમર્થ બને છે તે ખેલૌષધિ લબ્ધિવાળા કહેવાય છે.
() નન્તીષf: ‘જલ્લ’ એટલે મેલ. આ લબ્ધિવાળા સાધકોના શરીરનો મેલ લબ્ધિના કારણે સુગંધિત થઈ જાય છે અને બીજાના રોગોનું નિવારણ કરવાને માટે સમર્થ બને છે. તેઓ જલ્લૌષધિ લબ્ધિવાળા કહેવાય છે.
(૫) સર્વોષધિઃ જે સાધકોના મળ-મૂત્ર-શ્લેષ્મ, મેલ, નખ, અને વાળ સુગંધવાળા અને વ્યાધિનો નાશ કરવા માટે સમર્થ હોય તેમની લબ્ધિ સર્વોષધિ લબ્ધિ તરીકે ઓળખાય છે.
(૬) સંમિત્રશ્રોતઃ “સંભિન્ન' એટલે પ્રત્યેક. આ પ્રકારની લબ્ધિવાળા યોગીઓ માત્ર કાનથી જ નહીં, શરીરના કોઈ પણ અંગ દ્વારા સાંભળવાને સમર્થ હોય છે. એમની જુદી-જુદી ઈન્દ્રિયો એક-બીજાનું કાર્ય કરવાને શક્તિમાન હોય છે.
(૭) સવજ્ઞાનઃ જે મહાત્માઓને વર્તમાન તથા ભૂત, ભવિષ્યના રૂપી પદાર્થોનું દર્શન થાય છે અને ઉપયોગ મૂકી તે પ્રમાણે કથન કરવાને સમર્થ હોય છે તેઓની એ લબ્ધિને અવધિજ્ઞાન લબ્ધિ' કહેવામાં આવે છે.
(૮) ગુમતિઃ ‘ઋજુ એટલે સામાન્યથી. આમ આ લબ્ધિ મન:પર્યવજ્ઞાનવાળા મુનિઓને પ્રાપ્ત થાય છે. એ દ્વારા તેઓ સંજ્ઞી જીવોના મનોગત ભાવોને સમાન્ય રૂપથી જાણી શકે છે.
૯) વિપુનમતિ : વિપુલ” એટલે વિસ્તારથી. મન:પર્યવજ્ઞાનવાળા મુનિઓ આ લબ્ધિ દ્વારા ઘટપટ વગેરે વસ્તુના ધોળા, રાતા, વગેરે સમસ્ત પયયોને ગ્રહણ કરી શકે છે.
(૧૦) વારા નધિ (બંધા-વાર, વિદ્યાવાRT) : આ લબ્ધિવાળા સાધકો આકાશમાં આવવા-જવાની વિશિષ્ટ શક્તિ ધરાવે છે. જે મુનિઓ સૂર્યનાં કિરણો પકડીને એક પગલું ઉપાડીને તેરમા રૂચક હીપે અને બીજું પગલું ઉપાડીને પોતાના સ્થાને પાછા આવે છે તેઓ જંઘા ચારણ લબ્ધિવાળા કહેવાય છે. આવી લબ્ધિવાળા ઊર્ધ્વગતિમાં એક પગલું ઉપાડીને પાંડુક વનમાં જાય છે અને ત્યાંથી પાછા ફરતાં પહેલું ઉગલું ઉપાડીને નંદનવનમાં જાય છે અને બીજું પગલું ઉપાડીને પોતાના સ્થાનમાં પાછા આવે છે.
જે મુનિઓ પોતાની લબ્ધિથી પહેલું પગલું ઉપાડીને મનુષ્યોત્તર પર્વતે જાય છે અને બીજું પગલું ઉપાડીને નંદીશ્વર દ્વીપે જાય છે અને ત્યાંથી પાછા ફરતાં એક પગલું ઉપાડીને પોતાના
સ્થાનકે પાછા આવી જાય છે તેઓ વિદ્યાચારણ લબ્ધિવાળા કહેવાય છે. આ લબ્ધિવાળા મુનિઓ ઊર્ધ્વગતિમાં પહેલું પગલું ઉપાડીને નંદનવનમાં અને બીજું પગલું ઉપાડીને પાંડુક વનમાં જાય છે. ત્યાંથી પાછાં ફરતાં એક જ પગલું ઉપાડીને પોતાના સ્થાને આવી જાય છે.
(૧૧) લાશીવિષ: આ લબ્ધિવાળા યોગીઓ ફક્ત એક વચન બોલીને શાપ (અથવા આશીર્વાદ) આપવાની શક્તિ ધરાવે છે.
(૧૨) વેવની જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય, મોહનીય અને અંતરાય એ ચાર ઘાતકમના ક્ષયથી કેવળજ્ઞાનરૂપ લબ્ધિ પ્રગટ થાય છે.