________________
શ્રી ગુરુ ગૌતમસ્વામી ]
[ ૬૩૧
આગમગ્રંથોમાં ગણધર ગૌતમ
-. આચાર્યશ્રી જયંતસેનસૂરિજી મહારાજ
ગણધર અને ગણપતિનું સામંજસ્ય ઉપસ્થિત કરીને શરૂ થતા આ લેખમાં આચાર્યશ્રીએ મોહક શૈલીમાં પ્રસંગનું વર્ણન કર્યું છે. ગણધરવાદના અંશને સ્પર્શી અંતે ગૌતમસ્વામી અંગેના જુદા-જુદા આગમગ્રંથોમાં આવતા ઉલ્લેખોનું રસદર્શન કરાવીને એ વંદનીય વિભૂતિ પ્રત્યે અહોભાવ જગાડે છે. પાવનના ચરણે થતું સમર્પણ અનંત ગુણના માલિક બનાવી દે છે.
આ લેખના લેખક શ્રી “મધુકર'ના ઉપનામથી પણ જૈન-જગતમાં જાણીતા છે. તેમનું બહુ-આયામી વ્યક્તિત્વ બહોળા ભક્તજનોને આકર્ષી ગયું છે. ચિંતનકાર, કથાકાર, ગીતકાર, પ્રવચનકાર અને સમાજસુધારક તરીકેનું તેમનું મૂલ્યવાન પ્રદાન અનેકોને ઉપકારક પુરવાર થયું છે. પૂજ્યશ્રીનું જ્યોતિષ અને ઇતિહાસનું જ્ઞાન પણ અદ્વિતીય રહ્યું છે. છેલ્લે રાષ્ટ્રપતિ ડો. શંકરદયાલ શર્માએ પૂજ્યશ્રીને “રાષ્ટ્રસંત'ની માનદ પદવીથી વિભૂષિત કર્યા છે.
–સંપાદક
જ કરી
જૈન શાસનની પ્રસ્થાપના સાથે ગૌતમ ગોત્રનો ઘનિષ્ઠ સંબંધ છે. મોટે ભાગે વર્તમાન તીર્થકરોના શાસનમાં ગૌતમગોત્રીય ગણધરોનું અસ્તિત્વ દષ્ટિગોચર થઈ રહ્યું છે.
ગણના સંસ્થાપક તીર્થંકર પરમાત્મા હોય છે, પરંતુ ગણના સંવાહક ગણધર હોય છે. ગણધર ભગવંત સંઘની સ્થાપનાની સાથે જ તીર્થંકર પરમાત્માના મુખેથી “ઉપૂઈ વા વિગમેઇ વા ધુવેઇ વા' નામની ત્રિપદીને પ્રાપ્ત કરે છે, અને તેનો વિસ્તાર કરે છે. અર્થાત તીર્થંકર પરમાત્માના મુખેથી ત્રિપદી રૂપી પુષ્પ પ્રગટ થાય છે અને ગણધર ભગવંત એનો પુષ્પહાર તૈયાર કરે છે, અંતર્મુહૂર્તમાં બાર અંગોની રચના કરે છે.
તીર્થકરોનો વરદ હસ્ત મસ્તક પર આવતાં જ એક અંતર્મુહૂર્તમાં સંપૂર્ણ દ્વાદશાંગીની રચના કરવાની ક્ષમતા ગણધર ભગવંતોમાં પ્રગટ થાય છે. તેઓની સર્વ શક્તિ સંપન્ન આત્માની શક્તિ-સંપદાના દ્વારોદ્ઘાટનની મંગલ વિધિ તીર્થંકર પરમાત્મા પ્રાપ્ત કરે છે, જેનાથી તેઓ અનંત ચિદ્દન આત્મતત્ત્વ, પરમાત્મતત્ત્વ તથા અજીવ તત્ત્વનું સંપૂર્ણ અને વિશદ જ્ઞાનરૂપી ધન પ્રાપ્ત કરીને જિનશાસનના પ્રબળ પ્રવાહક બને છે.
પ્રત્યેક તીર્થપતિ ગણધરોનાં શુભ કરકમળોમાં શાસનધુરા પ્રદાન કરે છે, કારણ કે ગણધર ભગવંત સદા-સર્વદા અપ્રમત્ત સ્થિતિવાળા હોય છે. તેઓ રાત-દિવસ ઉપશમ રૂપી ભાવસાગરમાં નિમજ્જન કરતા રહે છે.
ગણધર અને ગણપતિ બંને એક જ અર્થ પ્રગટ કરે છે. જૈનેતરોમાં ગણપતિનું સ્થાન