________________
૬૩૨ ]
[મહામણિ ચિંતામણિ
અત્યંત મહત્ત્વપૂર્ણ છે. તેઓ ગણપતિને મંગલકારી અને વિઘ્નહર્તા માને છે. તેમની દષ્ટિએ ગણપતિ વિદ્યાના અધિપતિ અથત વિદ્યાના દેવ છે. જેનોમાં પણ ગણધર કે જેઓ ગણપતિ જ છે તેઓ પણ મંગલકારી અને વિઘ્નહર્તા છે તથા વિદ્યાના અધિપતિ પણ છે, કારણ કે સંપૂર્ણ દ્વાદશાંગી રૂપ સમ્યફ વિદ્યાનું નિમણિ તેઓ જ કરે છે.
અંતિમ તીર્થપતિ પરમાત્મા શ્રી મહાવીર દેવના શાસનમાં તો ગૌતમ ગોત્રીય ગણધરોનું ! સ્થાન ખૂબ જ મહત્ત્વનું રહ્યું છે. ગૌતમ નામમાં જ અપૂર્વ રિદ્ધિ-સિદ્ધિ અને સમૃદ્ધિ છે. એટલું જ નહીં, તેમાં મંગલમયતા અને સમસ્ત લબ્ધિઓની ચિરંતન ઉપસ્થિતિ પણ છે.
સર્વારિષ્ટપ્રણાશાય, સર્વાભીષ્ટાર્થદાયિને, સર્વલબ્લિનિધાનાય, શ્રી ગૌતમસ્વામિને નમઃ ”
“પ્રહ ઉઠી ગૌયમ સમરી, કાજ સમગહ તતખિણ સીજે,
નવનિધિ વિલસે તાસ ઘરે.” “ગૌતમ નામે નિર્મલ કાય, ગૌતમ નામે વાધે આય,
ગૌતમ જિનશાસન શણગાર, ગૌતમ નામે જયજયકાર.”
તેમ જ “મંગલ ગૌતમ પ્રભુ અથવા “પઠન્તિ તે સૂરિપદે ચ દેવાનન્દ લભતે નિતરાં ક્રમેણ”! જેવાં સ્તોત્રપદોમાં આ વિચાર સ્પષ્ટ રૂપે પ્રકાશમાન છે કે ગૌતમ નામમાં સર્વ પ્રકારની સફળતા સમાયેલી છે.
શ્રી ઇન્દ્રભૂતિ ગૌતમના જીવનમાં એક વિશેષતા એ પણ હતી કે તેઓ માન રૂપી માતંગ પર સવાર થઈને ભગવાન મહાવીર સમક્ષ આવ્યા હતા. તેઓનું માનસ તો સંશયોથી ભરેલું હતું છતાં તેઓ “હું એક અને અદ્વિતીય છું' એવા ભાવમાં રચ્યાપચ્યા હતા. ભગવાન મહાવીરે પોતાનાં જ્ઞાનરૂપી કિરણોથી તેઓની સંશયરૂપી જાળને નાબૂદ કરી નાખી, તથા તેઓના ‘અહંની ઘનઘોર ઘટાને વિનમ્રતાની અનિલલહેરો વડે કાયમને માટે નામશેષ કરી નાખી. “અહંનો નાશ થવાથી તેઓમાં વિનયભાવ અને સંપૂર્ણ સમર્પણભાવની સ્થિતિ પ્રગાઢ બની ગઈ; અને તેઓ પરમાત્મા મહાવીરના પ્રથમ ગણધરપદ પર પ્રતિષ્ઠિત થયા. તેઓ જીતવા આવ્યા હતા ભગવાનને, પરંતુ તેઓ જ ભગવાન દ્વારા જિતાઈ ગયા! એવા જિતાઈ ગયા કે તેઓ હંમેશને માટે ભગવાનના જ થઈ ગયા! પરાજિત થયા છતાં ભગવાનના શાસનમાં પ્રથમ સ્થાન પ્રાપ્ત કરીને તેઓએ પોતાની પ્રતિષ્ઠા જાળવી રાખી. આમ, તેઓની હાર પણ અદ્ભુત જ કહેવાય ને !
જ્ઞાનધનયુક્ત હોવા છતાં પણ શ્રી ઇન્દ્રભૂતિ ગૌતમ વિનમ્રતાનું મૂર્ત રૂપ હતા. તેઓએ પરમાત્માની સમક્ષ એક બાળક જેવું વર્તન કરીને, વિનમ્રતાથી પોતાના પ્રત્યેક પ્રશ્નનો ઉત્તર પ્રાપ્ત કર્યો. પરમ તારક પરમાત્મા શ્રી મહાવીર દેવને ચરમ સ્વરૂપી માનવાવાળા શ્રી ઇન્દ્રભૂતિ ગૌતમના અનન્ય, અવિહડ પ્રશસ્ત સ્નેહ-રાગ પરમાત્મા પ્રત્યે જ હતા. એ જ કારણને લીધે તેઓ મન-વચન-કાયાથી પરમાત્માથી એક ક્ષણવાર પણ અલગ રહેવાનું પસંદ કરતા નહીં.
| દિવ્યજ્ઞાની ભગવાન મહાવીર ગૌતમસ્વામીના આ ભાવને સારી પેઠે સમજતા હતા. કાર્તિક કૃષ્ણા ત્રયોદશી-જેને લોકો ધનતેરસ' તરીકે ઓળખે છે. હકીકતમાં એ દિવસે તે “ધન્યતેરસ' થઈ