________________
૬૩૦ ]
[ મહામણિ ચિંતામણિ
CD
શ્રી ગૌતમસ્વામીને પ્રભુ મહાવીરના) ગરુવિયોગની વેદનામાંથી જ જીવનનો નવો રાહ મળ્યો. રાગદ્રષ્ટિનો પરદો હટતા આત્મસિદ્ધિનું અમૃત પ્રગટ થયું અને જીવનમાં કેવળજ્ઞાનનો દિવ્ય પ્રકાશ વ્યાપી ગયો.
વીર-વિરહ-વિલાપ મુજને મેલ્યો રે ટળવળતો ઇહાં રે, નથી કોઇ આંસુ લોવણહાર; ગૌતમ કહી કોણ બોલાવશે રે, કોણ કરશે મોરી સાર ?