________________
પ૬૪ ]
[ મહામણિ ચિંતામણિ
ગુરુની પ્રભાવક પ્રભામાં અંજાયેલા ૫૦૦ શિષ્યો દ્વારા કરાતા પોતાના જયજયકારથી જાતને જગતના ‘જીતકાસી માનતા. છતાં, તેમનું એ અભિમાન પણ આધ્યાત્મિક ઉત્ક્રાંતિનું બીજ હતું. મહાવીરના મિલનનું અસાધારણ કારણ તેમનો અહં જ હતો. તેમણે “મહતાં કોષોડપિ ગુય'ની ઉક્તિને ખરે જ ચરિતાર્થ કરી.
સ્નેહસંબંધોની સરિતા : Cause & Effect કુદરતનો અફર નિયમ છે. મહાવીર ને ગૌતમનું મિલન તો અંતિમ હતું. આ સ્નેહસરિતાનું ઉદ્ગમસ્થાન ખોળવા ઇતિહાસનાં પાનાં ઉલેચવાં પડશે : ત્રીજા ભવમાં જ્યારે મહાવીર મરીચિ રૂપે હતા, ત્યારે ગૌતમ તેના જ શિષ્ય કપિલ રૂપે હતા. અઢારમા ભવે વીર ત્રિપૃષ્ઠ વાસુદેવ હતા, તો ગૌતમ તેમના સારથિ રૂપે હતા. અંતિમ ભવે વીર–ગૌતમ થયા. ત્રીજા ભવમાં ગુરુશિષ્યના નાતે બંધાયેલ એ સ્નહતંતુની સરિતા સત્યાવીશ ભવો સુધી અમ્મલિત વહેતી રહી. અને અંતે એ ગુરુશિષ્યના સ્નેહતંતુ એવા તો ગાઢ-પ્રગાઢ બન્યા કે કોઈ તે તોડી ન શકે. સંબંધોની એ સરિતા સિદ્ધિઓના સાગરમાં અક્ષય બની ગઈ.
સાદગીના સ્વામી : સમૃદ્ધિની રેલમછેલ વચ્ચે simple livingના સિદ્ધાંતને અપનાવવો ખૂબ કઠિન છે. પ્રભુ મહાવીરના પ્રથમ શિષ્ય, પ્રથમ ગણધર...પ્રભુની પછી દેશના દેવાના અધિકારી હોવા છતાં તેમનું જીવન ખૂબ જ સાદગીભર્યું હતું. તેઓ ગુરુ હોવા છતાં ગોચરી લેવા જતા હતા અને કોઈકને પ્રતિબોધ કરવા પણ જતા હતા.
શરીરસૌષ્ઠવ : તગડા હોય તે ભોગી ને દૂબળા હોય તે યોગી–આ માન્યતા ભૂલભરેલી છે. ભગવતીસૂત્ર જેવા શાસ્ત્રમાં “ફિત્તત...પોત’ દ્વારા ઘોર તપસ્વી કીધા છે. દીક્ષા બાદ કાયમ છઠ્ઠના પારણે છઠ્ઠ કરતા હતા, છતાં ગુલાબના ગોટા જેવી ગુલાબી ને માખણના પિંડ જેવી મુલાયમ ને હૃષ્ટપુષ્ટ કાયાના તેઓ સ્વામી હતા. જેમના ઘૂંકમાં બધા રોગો દૂર કરવાની તાકાત હોય તેમનું શરીર રોગનો ભોગ પણ શું બને? ઈન્દ્ર જેવા ઈન્દ્રને ઈષ કરાવે એવી શારીરિક પુજાઈ હતી.
શિષ્યસંપત્તિ ને સત્તા : દીક્ષા પૂર્વે ૫૦૦ શિષ્યોના ગુરુ હતા. ચારે વેદના અઠંગ અભ્યાસી હતા. દીક્ષા બાદ ચાર ચાર જ્ઞાનના ધણી હતા. ૫૦,૦૦૦ શિષ્યોના સ્વામી હતા. પ્રભુ વીરના પટ્ટાલંકાર હતા. પ્રથમ ગણધર હતા.
સહાયક ભાવ : પૂર્વના ભવોમાંય પરાર્થ એ જ તેમનો જીવનમંત્ર હતો. એક વાર તેઓ માછલાના અવતારમાં હતા. પૂર્વપરિચિત શ્રેષ્ઠિનું વહાણ તોફાની વમળમાં ફસાતાં તૂટ્યું. હાહાકાર મચી ગયો. જીવ બચાવવા શ્રેષ્ઠિ ફાંફાં મારવા લાગ્યો ત્યારે તે માછલાએ તે શ્રેષ્ઠિને પોતાની પીઠ ઉપર બેસાડી ઉગારી લીધા હતા.
સૌજન્ય : જ્ઞાન સાથે નિરભિમાન હોવું દુર્લભ છે. ખરેખર તો અહંને ઓગાળી નમ્ર બનાવે તે જ જ્ઞાન કહેવાય. પાર્શ્વનાથ પ્રભુની પરંપરાના સ્થવિર કેશીકુમાર અને ગૌતમ ગણધર હિંદુક નામના ઉદ્યાનમાં આવે છે. બંનેને એકબીજાના સમાચાર મળે છે. કેશીકુમાર ત્રણ જ્ઞાનના સ્વામી હતા, જ્યારે ગૌતમ ચાર જ્ઞાનના. છતાં વિચાર ના કર્યો કે, તેઓ મારી પાસે કેમ ન આવે—કે હું શા માટે ત્યાં જાઉં? કોઈપણ જાતના ભેદભાવ વિના સામે ચાલીને તેઓ કેશીકુમારને