________________
શ્રી ગુરુ ગૌતમસ્વામી ]
[ ૫૬૩
એક સાધકની આંતરસિદ્ધિનો સરવાળો
-પરમ પૂજ્ય વર્ધમાનતપોતિથિ ગચ્છાધિપતિ સ્વ. આચાદવ
શ્રી વિજયભુવનભાનુસૂરીશ્વરજી મહારાજાના પ્રશિષ્યરત્ન વૈરાગ્યદેશનાદક્ષ પૂ. આ. શ્રી વિજયચંદ્રસૂરિજી મહારાજ.
પ. પૂ. વર્ધમાનતપોનિધિ ગચ્છાધિપતિ આચાર્યદેવ શ્રી વિજયભુવનભાનુસૂરીશ્વરજી મહારાજાના પ્રશિષ્યરત્ન, વૈરાગ્યદેશનાદક્ષ પ. પૂ. આચાર્યશ્રી હેમચંદ્રસૂરિજી મહારાજના પ્રસ્તુત લેખમાં અનંત લબ્લિનિધાન, ચાર ચાર જ્ઞાનના સ્વામી, ભગવાન મહાવીરના શ્રીમુખે “ગોયમ” “ગોયમનાં વાત્સલ્યસભર સંબોધનો પામતા શ્રી ગૌતમપ્રભુના જીવનચરિત્રના વિવિધ પ્રસંગોના સક્ષમ નિરૂપણ સાથે આચાર્ય ભગવંતે તેમની સાદગી, પ્રતિભાસંપન્નતા, સુજનતા, નમ્રતાતિનમ્રતા, શરણાગતિ, આજ્ઞાપાલન, નિર્માનીતા આદિ અનેક પાસાંઓનો સુપેરે પરિચય કરાવ્યો છે. ગૌ=કામધેનુ, ત=કલ્પતરુ અને મ=ચિંતામણિ એવાં જેમનાં નામમાં જ અદેયદાનદક્ષતા છે તે ગૌતમપ્રભુના ભગવાન મહાવીર સાથેના પૂર્વભવના સંબંધો પણ વર્ણવી આખરે તેમના અને ભગવાન મહાવીર સાથેના અંતરતમ આધ્યાત્મિક સંબંધોને આચાર્યશ્રીએ આ લેખમાં પ્રસ્તુત કર્યા છે.
–સંપાદક.
આપણે જેને ‘ગુર ગૌતમ' તરીકે નવાજીએ છીએ, તેઓ હકીકતમાં તો એક આદર્શ શિષ્ય હતા. અગણિત લબ્ધિઓના પ્રભાવે તેઓ બહુરૂપી તો હતા જ, પણ સાથે સાથે બહુગુણી પણ હતા જ. બહુમુખી વ્યક્તિત્વથી ઓપતા ગૌતમની ગુણગરિમાને શબ્દબદ્ધ કરવી એ પણ એક અપરાધ હોય તેવું લાગે છે. છતાં “ત્વમવિત્તવ મુહરીતે વનાનામ્ 'ના ન્યાયે તેમના પ્રત્યે ભક્તિભાવ પ્રદર્શિત કરવામાં ગૌરવ જ છે.
ગૌતમ નામ જ સાન્તર્થ છે. ગૌ એટલે કામધેનુ, ત એટલે કલ્પતરુ અને મ એટલે ચિંતામણિ. એક એક વસ્તુ વાંછિતપૂરક છે, તો ત્રણેનો સરવાળો શું ન કરી શકે? ગૌતમના રોમે રોમે વીરનું રટણ હતું. વીર જ તેમના જીવનના “રવિ’ હતા. તેથી જ “રવિ’નો અસ્ત થતાં થોડીવાર સૂનમૂન બની ગયા હતા.
સ્વાભિમાન ઃ જેઓ સર્વસન્માન્ય હતા, મહાવીરના મિલન પૂર્વે પોતાની જાતને મોટાઈના મિનારે પહોંચેલી માનતા હતા, અહંકારનાં કાળાડિબાંગ વાદળો આત્મરવિનું દર્શન કરાવવામાં અવરોધરૂપ હતા, મરીચિ જેમ માનથી મદોન્મત્ત હતા; તેમ ઇન્દ્રભૂતિ જ્ઞાનથી મદોન્મત્ત હતા.