________________
૫૬૦ ]
[ મહામણિ ચિંતામણિ
વિદાય આપતા. અર્થાત્ રોજ રાતના મધરાતે બાર વાગે સૂઈ જતા. તેમનો દૈનિક નિત્યકામક્રમ આ પ્રમાણે હતો ઃ– પ્રથમ પ્રહર : સ્વાધ્યાય. બીજો પ્રહર : ધ્યાન. ત્રીજો પ્રહર : ભિક્ષાટન. ચોથો પ્રહર : સ્વાધ્યાય. રાતના :– પ્રથમ પ્રહર : સ્વાધ્યાય. બીજો પ્રહર : ધ્યાન. ત્રીજો પ્રહર : નિદ્રા. ચોથો પ્રહર : સ્વાધ્યાય.
ગૌતમસ્વામી ભગવાન મહાવીરના પ્રથમ શિષ્ય હતા, પ્રથમ ગણધર હતા. ભગવાનને ચરણે પોતાનું જીવન સમર્પણ કર્યું તે પહેલાં તેમની વિદ્વત્તાનાં યશોગાન સમગ્ર ભારતવર્ષમાં ગવાતાં હતાં. વેદધર્મના તે મૂર્ધન્ય વિદ્વાન હતા. શ્રમણત્વ અંગીકાર કર્યું ત્યારે તેઓ પાંચસો શિષ્યોના શ્રદ્ધેય ગુરુ હતા. આ ઉપરાંત ભગવાન મહાવીરના હજારો શ્રમણ અને શ્રમણીઓ, શ્રાવક અને શ્રાવિકાઓ તેમને વંદન કરતાં. પોતાની જિજ્ઞાસાઓનું તેમની પાસેથી સમાધાન મેળવતાં. આજની રાજકીય પરિભાષામાં કહીએ તો ભગવાનની ધર્મસભામાં ગૌતમસ્વામીનું સ્થાન ગૃહમંત્રી [Home Minister] જેવું ચાવીરૂપ હતું.
આવા સર્વોચ્ચ સ્થાને બિરાજિત ગૌતમસ્વામી જાતે પાતરાં લઈને ગોચરીએ જતા. જવા અગાઉ ભગવાનની આજ્ઞા માગતા. ભગવાન કહેતા : દેવાનુપ્રિય ! સુખ ઊપજે તેમ કરો.' અને તેઓ મધ્યાહ્ન અર્થાત્ બપોરના ગોચરી માટે નીકળતા.
ગૌતમ ગોચરી માટે જતા કે અન્ય કોઈ કાર્ય માટે, તો ચાલતાં તેઓ કદી આડું-અવળું જોતા નહીં. રસ્તા પર સ્થિર નીચી નજર કરીને જયણાથી ચાલતા. ગોચરી માટે તેઓ સાધારણ સ્થિતિવાળાના ઘરે જતા, અને ત્યાંથી લૂખો-સૂકો જે પ્રાસુક (નિર્દોષ) આહાર મળતો તેનો પ્રસન્નતાપૂર્વક સ્વીકાર કરતા.
ગોચરી લઈને આવ્યા બાદ તે ગોચરી ભગવાનને બતાવતા. પછી પોતાના સહવર્તી અને શિષ્ય-પ્રશિષ્ટ સાધુઓને “સાહુ હજ્જામિ તારિઓ——આપ સૌ મારી લાવેલી ગોચરી (ભોજન)નો સ્વીકાર કરી મને ઉપકૃત કરો’—કહીને પ્રથમ બીજાને જમાડતા અને પછી પોતે જમતા. જો કે તેઓ મોટે ભાગે તપ કરતા. બે દિવસ ઉપવાસ (છઠ્ઠ) કરતા. ત્રીજે દિવસે છૂટું મોઢું રાખતા. પરંતુ ત્યારેય પણ તેઓ એક જ ટંક ભોજન કરતા. ભોજનમાં પણ માત્ર લૂખો-સૂકો જ આહાર. આહાર પણ દેહને ટકાવી રાખવા પૂરતો જ લેતા. આહાર લેવાના સમયે પણ સંપૂર્ણ અનાસક્તિ. ૨સને મમળાવવાનો નહીં. અ-૨સથી મોં બગાડવાનું નહીં. ચૂપચાપ કોળિયા પેટમાં પધરાવી દેતા.
હા, તો ગૌત સ્વામી તપસ્વી હતા. ઉગ્ર તપવી. છછુ! પારણે છઠ્ઠ કરતા. પારણામાં પણ એક જ ટંક આહાર. તેઓ અનાસક્ત આહારી હતા. ભૂખથી તેઓ અકળાતા નહીં. ભાવતાં ભોજન જેવું તેમને કંઈ હતું નહીં. વહેલી સવારથી મોડી રાત સુધી કાર્યરત રહેતા. અઢેલીને બેસતા નહીં. બપોરે આડે પડખે પણ થતા નહીં. શિષ્યો અને અનુયાયીઓની સતત આવન-જાવન. પણ ચહેરા પર ક્યાંય થાક નહીં. ક્યાંય કશામાં રઘવાટ નહીં. ભગવાન સિવાય બીજા કોઈ પ્રત્યે ન રાગ, ન મમતા. સૌની સાથે ભીડમાં, છતાંય સૌથી અલિપ્ત. ભીડમાં પણ એકાકી, એકાંતમાં પણ એકાકી, સદાય સર્વત્ર આત્મભાવમાં મગન-મસ્ત, દેહધારી છતાં દેહાતીત.
ગૌતમસ્વામી આવા ઉગ્ર તપસ્વી અને ઘોર બ્રહ્મચારી હતા. આ તપ અને બ્રહ્મચર્યના પ્રભાવથી ગૌતમસ્વામી અનંતલબ્ધિનિધાન બન્યા. તેઓ બોલતા અને તેમની વાણીમાંથી અમૃત