________________
શ્રી ગુરુ ગૌતમસ્વામી ]
પ્રસન્ન અને પ્રશાંત, સાદા અને સરળ ગૌતમસ્વામી : એક શબ્દચિત્ર
-ઈન્દિવર જૈન
સ્વાધ્યાય-વી.....ધ્યાન-વીર....યોગ-વી....તપ-વીર....નર-વીર....જીવન-વીર છે ગૌતમસ્વામીજી! મોહક શબ્દચિત્ર ઉપસાવ્યું છે. પ્રસન્ન અને પ્રશાંત છે, સાદા અને સરળ છે, તપસ્વી અને તેજસ્વી છે, ગંભીર અને મનમોહક છે ગણધર ગૌતમસ્વામી મહારાજા!
[ ૫૫૯
શબ્દદેહ દ્વારા અહોભાવ જગાડનારો લેખ છે, એક વાર નિરાંતે વાંચવો રહ્યો. -સંપાદક
પચાસ વરસનો માનવી એટલે ડોસો. તોફાની બળદે આડા-અવળા પાડી દીધેલા ચાસ જેવી કરચલીવાળો ચહેરો. આંખ ૫૨ જાડા કાચનાં ચશ્માં, હાંફતી છાતી અને ઢસડાતી ચાલ.
ઇન્દ્રભૂતિ ગૌતમ ભગવાનને પહેલી વાર મળે છે ત્યારે જીવનની પૂરી બે પચ્ચીસી વટાવી ચૂક્યા હોય છે. પણ ના, ગૌતમ ખોંખતા ડોસા નથી. એ તો મૂછનો દોરો ય ન ફૂટ્યો હોય તેવા, પાતાળ ફોડીને ઊંચે ઊછળતા પાણીના ધોધ જેવા જોબનથી ઝૂમતા ઝમકતા જોશીલા જવાન. ઊંચી પડછંદ કાયા. વિશાળ છાતી. હાથીની સૂંઢ જેવા પોલાદી માંસલ બાહુ, સુડોળ સુદૃઢ પગ, ગોરો વાન, ભરાવદાર ચહેરો, ઝગારા મારતું વિશાળ લલાટ, ફૂલેલાં નસકોરાં, લાંબા કાન, પાણીદાર આંખો. રોમ-રોમમાંથી ઊડતી ગુલાબી.
આંખોમાં શાંત ઝિલમિલ થતો પ્રેમનો ક્ષીરસમુદ્ર. લલાટમાં સો-સો સૂરજના ય તેજને આંબતું તપનું તેજ. ચહેરા પર નીતરતી શરદ પૂનમની ચાંદની. હોઠો પર મધુરતાની સરગમ. ચાલમાં લય. સ્થિરતામાં શાંતિની અનુગુંજ. વાણીમાં કુંવારા ઝરણાનો નિનાદ.
ન આંખમાં ચંચળતા, ન હોઠમાં, ન વાણીમાં ઉતાવળ, ન ચાલમાં, ગંભીર, પણ ભારેખમ નહીં. શાંત, પણ સોગિયા નહીં. પ્રશાંત અને પ્રસન્ન. સાદા અને સરળ. તપસ્વી પણ તેજસ્વી. જ્ઞાની પણ નિરભિમાની ગંભીર પણ મનમોહક.
તમે કોઈ પૂર્ણ પુરુષની આવી કે આથી ય સવિશેષ ઉદાત્ત, ઉત્તુંગ અને ઉત્તમ કલ્પના કરી શકો તો નક્કી માનજો કે તમારી એ કલ્પનાસૃષ્ટિના પૂર્ણ અને પુણ્યવંતા પુરુષ તે બીજા કોઈ નહીં, પણ ગૌતમસ્વામી છે. એકમેવ, અદ્વિતીય અને અનુપમ માત્ર ગૌતમસ્વામી જ.
આવા સર્વાંગસંપૂર્ણ અને સર્વગુણસંપન્ન ગૌતમની સવાર બ્રાહ્મમુહૂર્તમાં ઊગતી. દિવસના પ્રથમ પ્રહરમાં તે નૂતન દિવસનું સ્વાગત કરતા અને દિવસના ત્રીજા પ્રહરમાં દિવસને પ્રેમથી