________________
( ૪૩૫
શ્રી ગુરુ ગૌતમસ્વામી ]
શક્તિની હકીકતો કરતાં તેમનાં જ્ઞાન, દર્શન અને ઉપદેશની શું અસરો છે તે જાણવું જોઈએ. તો જ આપણે વાદ માટે તૈયાર થઈ શકશું.”
ટોળાની વચ્ચે વાતને ખીલે બાંધનાર એકાદ જ હોય છે !!
આખરે પ્રભાસજીએ મુદ્દાની વાત કરી ખરી' મૌર્યપુત્ર પંaહતે મર્મમાં જ કહ્યું, “મુદ્દો બાંધવા તો પ્રભાસજી જ બરાબર છે. એ તો રાજગૃહીના પંડિત છે. રાજસભામાં એમનાં બેસણાં હોય છે! જેવી તેવી વાત નથી. આપણે તો ઘરસંસાર માંડ્યાં, વયની અર્ધી સદીએ પહોંચ્યા અને ત્યારે જ પંડિતાઈ સિદ્ધ કરી શક્યા છીએ, જ્યારે પ્રભાસજીએ આપણા પુત્રોની વયે, સોળ વર્ષે ત્રણસો શિષ્યોનું ગુરુપદ પ્રાપ્ત કર્યું છે.” સુધમાં પંડિતે કહ્યું.
“અરે, પુત્રસમોવડિયા જ શું કામ? મારા પૌત્રની ઉંમરના છે પ્રભાસજી !” પાંસઠ વર્ષીય મૌર્યપુત્ર પંડિતે ભાવ દર્શાવ્યો. ઇન્દ્રભૂતિ પણ રાજી થયા. કહ્યું, “ભલે હું ચૌદ વિદ્યા-પારંગત અગ્રિમ પંડિત છું; પણ સોળ વર્ષના કુમાર પ્રભાસજીએ પ્રાપ્ત કરેલી ઉપલબ્ધિઓ મને પણ તેમને નમન કરવા પ્રેરે છે. ખરેખર, રાજગૃહીની ભૂમિ સૌભાગ્યવતી છે!' અને વાતને રાજમાર્ગે વહેતી કરવા તેમણે કહ્યું, “તો શિષ્યો, મહસેન ઉદ્યાનમાં ઊતરેલા અને હવે જેનો પરિચય વીર, મહાવીર, સમણ, નિગૅઝ, નાયપુર અને વર્ધમાનકુમાર તરીકે સ્થાપિત થયો છે તેમના જ્ઞાન, ઉપદેશ વિશે સારભૂત હકીકતો અહીં પ્રસ્તુત કરો.”
મહાધીએ શરૂઆત કરી, “એક વાત એ કે તેમની પ્રવચનસભામાં સ્ત્રીઓ પણ બેસી શકે છે.”
“તેમની વ્યાખ્યાનસભામાં ક્ષુદ્રોને પણ પ્રવેશ મળી શકે છે. તીવધીએ કહ્યું.
જાતિ કોઈ વિશેષ મહત્ત્વ ધારણ નથી કરતી. મનુષ્યનાં કર્મ-કર્તવ્ય જ વિશેષ છે, એમ તેમનું કથન છે.' ધર્મધીએ ઉમેર્યું.
પ્રાપ્તવ્ય તો મોક્ષ છે કે જ્યાં સર્વ દુઃખોનો અંત આવે છે. સ્વર્ગપ્રાપ્તિ એ લક્ષ્ય ન હોઈ શકે, એ તેમના કથનનો સારાંશ છે.” મલયકેતુએ રજૂઆત કરી.
ધર્મસંઘમાં ઉચ્ચનીચના ભેદ નથી હોતા. ધર્મનો અધિકાર સર્વ જીવોને છે. કામકેતુએ ઉમેર્યું.
સ્ત્રી કે ક્ષુદ્ર પણ મોક્ષના અધિકારી હોઈ શકે છે. સંચિત કર્મોને ક્ષય કરીને કોઈ પણ આત્મા મોક્ષ પ્રાપ્ત કરી શકે છે.” ધર્મધ્વજે કહ્યું.
“અહિંસા પરમ ધર્મ છે અને મોક્ષપ્રાપ્તિનો ઉત્તમ માર્ગ છે. પશુ-બલિદાનથી કરાતા યજ્ઞ ઘોર નરકનાં દુઃખોનાં દ્વાર ઉઘાડે છે, એમ તેમનું કહેવું છે.” ચક્રવાતે પોતાની સમજ કહી બતાવી.
- “સંચિત કર્મોનું ઉમૂલન કરવા તપશ્ચર્યા એ જ અમોઘ શસ્ત્ર છે. આ તેમનું કથન વિચારણીય છે.' શ્વેત
તપશ્ચર્યા દ્વારા શરીરશુદ્ધિ, મનશુદ્ધિ અને આત્મશુદ્ધિ પામી શકાય છે એ તેમનું પ્રતિપાદન છે.” કૃષ્ણપક્ષે કહ્યું.
“અહિંસા, સંયમ અને તપ એ ધર્મના ઉત્તમ માર્ગ છે. એ ધર્મમાં રત રહેલા મનુષ્યોને દેવો પણ નમસ્કાર કરે છે, એવી નવી પ્રરૂપણા મહાવીરે કરી છે.' વજૂધરે કહ્યું.