________________
૪૩૪ ]
[મહામણિ ચિંતામણિ
ભવિષ્યકથન તો જ્યોતિષીઓ પણ કરે જ છે ને ?' ચક્રધરથી બોલી જવાયું.
પ્રભાસ પંડિતે સ્પષ્ટતા કરી, “જ્યોતિષી ગણિતનો આધાર લઈને જ તથા ગ્રહોની સ્થિતિનો નિર્ણય કરીને ભવિષ્યકથન કરી શકે, જ્યારે સર્વજ્ઞ અથવા તો અંશજ્ઞાની કોઈપણ ગણિત વિના પોતાના જ જ્ઞાન અને દર્શન વડે વસ્તુસ્થિતિનું નિરૂપણ કરી શકે.”
ચક્રધરને પોતાનો અનુભવ કહેવો હતો. તેણે કહ્યું, “એમ તો મારા મામા ભવિષ્યકથન કરી શકે છે. અને એ કથન સાચાં પણ પડ્યાં છે.'
“કોણ તમારા મામા? તેઓ કયા ગામના છે? શું વ્યવસાય કરે છે તેઓ? તેમની પાસે કયું જ્ઞાન છે ?” શિષ્યમંડળમાંથી ઓચિંતા જ સવાલો ઊઠ્યા.
હું નાનપણમાં મારા મોસાળે જ રહેતો હતો. ત્યારે મામા કનેથી વાત સાંભળી હતી કે થોડા જ સમયમાં આપણા ભરતખંડના મગધદેશમાં જ કોઈ ધર્મચક્રવર્તી પ્રગટ થશે.” ચક્રધરે ચલાવ્યું.
‘પણ તમારા મામા વિશે તમે કશું કહ્યું નહીં !” વળી પાછા ઉત્સુક પ્રશ્નો પુછાયા.
મારા મામાનું નામ ઉત્પલ છે. તેઓ આસ્થિક ગામના રહીશ છે. વ્યવસાયે તેઓ નિમિત્તશાસ્ત્રી છે. હાથ અને પગની રેખાઓ અને શરીરના વિવિધ રચનાસંકેતો પરથી તેઓ મનુષ્યોનાં ભવિષ્યકથન કરે છે. તેમણે ભાખેલ ધર્મચક્રવર્તી કદાચ આપણા અપાપાપુરીમાં ઊતરેલા આ મહાત્મા પણ હોઈ શકે !!”
કોઈ સાધકને આપણે ધર્મચક્રવર્તી માની લેવાની આવશ્યકતા નથી. આપણે પરીક્ષા કરીને જ કહી શકીએ.” ઇન્દ્રભૂતિએ કહી દીધું. છતાં સૌ પંડિતો નવાઈમાં ડૂબતા દેખાતા હતા જ. શિષ્યોની વાતો, કોણ જાણે કેમ, તેમને રોચક તો લાગતી જ હતી. ચક્રધરે વળી બીજો અનુભવ કહ્યો, “એ જ આસ્થિક ગ્રામના શૂલપાલિ યક્ષને એક યોગીએ વશ કર્યો હતો. તેનું નામ વર્ધમાન હતું. જો કે મારા મામા તેમને નિગંઠ્ઠ' અને “સમસ” જ કહેતા હતા. જો કે આ જ મહાત્મા હોય તો તેઓ હવે તો મહાન તાંત્રિક બની ગયા હશે ! હા, તેમની સાધના ગજબની હતી !”
પ્રત્યક્ષ અનુભવોની વાત સાંભળવામાં સૌને વિશેષ રસ પડે છે. અહીં પણ એમ જ થયું. મયૂરધ્વજે પોતાની રજૂઆત વર્ણવી : “અમારા મોરાક ગામમાં વીરકુમાર નામના તપસ્વી અને જ્ઞાનીએ એક પાખંડી ધૂત અચ્છેદકના અનાચાર ખુલ્લા પાડ્યા હતા. તે વીરકુમાર તો આ મહાત્મા નહીં હોય? કદાચ, તેમની સાધના પૂર્ણ થઈને ફલવતી પણ થઈ હોય !” - હવે અનુભવકથામાં વ્યક્ત પંડિતના શિષ્ય સોમપા જોડાયા. તેમણે કહ્યું, “અમારા ઉત્તર વાચાલાથી થોડે દૂર કનખલ આશ્રમપદ છે. ત્યાં એક ચમત્કાર ઘટિત થયો હતો. ત્યાંના ચંડકૌશિક નામના દષ્ટિવિષ સપને નાયપત્ત વીરકમારે વશમાં આણીને લોકોને ભયમુક્ત કર્યા હતા. એટલું જ નહિ, આ ભયંકર સપને પણ ઉપદેશ વડે બોધિત કર્યો હતો.'
બુદ્ધિગમ્ય ન હોય તેવી અને મનને અગોચર પ્રદેશોમાં લઈ જતી વાતો લોકોને સદાય રમ્ય લાગી છે ! પોથી પંડિતોને પણ આ અનુભવકથાઓ રોચક લાગતી હતી. પણ પ્રભાસ પંડિત બીજી જ માટીના હતા. તેમણે ધીરેથી કહ્યું, “આપણે તો એ મહાત્માના યંત્ર, તંત્ર કે ભવિષ્યકથનની