________________
૪૩૬ ]
[ મહામણિ ચિંતામણિ
સંસારની સર્વ વસ્તુઓ પ્રત્યેના રાગ, દ્વેષ અને મોહ જ ભવભ્રમણનાં કારણો છે, એવી વ્યાખ્યા તેમણે પ્રસારિત કરી છે.' રત્નશશીએ સ્પષ્ટતા કરી.
પ્રવ્રજિત સંન્યસ્ત અને ગૃહસ્થપણું એ બે પ્રકારના ધર્મમાર્ગનો ઉપદેશ મહાવીર કરી રહ્યા છે, સાધુને સર્વ ત્યાગ અને ગૃહસ્થને દેશવિરતિ એટલે કે અંશત્યાગ ! તેના દ્વારા આત્મા મોક્ષ પ્રતિ અગ્રસર થઈ શકે છે. આ તેમની માર્ગદર્શના છે.' રત્નશશીએ રજૂઆત કરી. પ્રભાસ-
શિષ્ય પ્રઘોષ ઊભા થઈ ગયા. તેમણે કહ્યું, “મહાવીરની એ વ્યાખ્યા ધ્યાન ખેંચનારી ગણાવી જોઈએ કે જેમાં તેમણે કહ્યું છે કે માત્ર મૂંડાવાથી શ્રમણ થવાતું નથી અને માત્ર ઓમકાર ધ્વનિના ઉચ્ચારણથી બ્રાહ્મણ થવાતું નથી. સમતાથી જ શ્રમણ થવાય અને બ્રહ્મચર્યથી જ બ્રાહ્મણ થવાય !” - “અહો, શું અદ્ભુત વ્યાખ્યા ! આજપર્યત બ્રાહ્મણની આવી વ્યાખ્યા કોઈએ આપી નથી !!” પ્રભાસજીએ અહોભાવપૂર્વક કહ્યું
ઇન્દ્રભૂતિએ ભવાં ચઢાવ્યાં, સહેજ આવેશ સાથે કહ્યું, “કોઈના શબ્દોથી આપણે અભિભૂત થવાની જરૂર નથી. શ્રમણ અને બ્રાહ્મણ શબ્દો જ સ્વયં વિરોધાભાસી છે. તેને એક પંક્તિમાં મુકાય જ કેમ ? બ્રાહ્મણ તો જન્મથી જ શ્રેષ્ઠ ગણાય છે.” કોઈ કાંઈ બોલ્યું નહિ. જરા વાર રહીને ઇન્દ્રભૂતિ-
શિષ્ય શુભાંગે જ હિંમત કરી કહ્યું, બ્રાહ્મણ માટે એ ધમપદેશક મહાત્માએ વર્ણવેલી અન્ય વ્યાખ્યા પણ તદ્દન નવી લાગે છે. તેમણે કહ્યું છે કે જે ઇન્દ્રિયનિગ્રહી હોય, મુમુક્ષુ હોય, તથા શરીર ઉપર મમતા વિનાના હોય તે જ બ્રાહ્મણ કહેવાય. અને તે જ શ્રમણ કહેવાય.’
સૌ બ્રાહ્મણોએ પોતાના શરીર પ્રતિ તો જોઈ જ લીધું!!! પણ ઇન્દ્રભૂતિને બ્રાહ્મણની વ્યાખ્યા આપતી પંક્તિઓએ કંઈક અજંપો જન્માવ્યો. આક્રોશ સાથે તેમણે ઊંચા સ્વરમાં કહ્યું, ‘બસ થયું! આપણે આ ચર્ચા અહીં જ આટોપશું. શ્રમણ-બ્રાહ્મણને સમાન ગણનારની આ વાક્યાતુરી મને જરાયે પ્રભાવિત કરતી નથી. આ તો બ્રાહ્મણોના વિદ્યાજને અંધકાર કહેવા બરાબર છે. હવે તો આનો પ્રતિકાર જ થશે !!
ઇન્દ્રભૂતિ ઊભા થઈ ગયા. દશેય પંડિતો તેમની આસપાસ વીંટળાઈ વળ્યા. ઇન્દ્રભૂતિએ કહ્યું, “બસ હવે વાદના વિષયોની ચર્ચા નથી કરવી. અરે! જે સર્વ જાણે છે (સર્વજ્ઞ છે) તેને વિષયોની ચચની શું જરૂર છે? કોઈ પોતાને તીર્થકર કે ધર્મચક્રવર્તી કહેવરાવે તેથી શું? એવા શબ્દની ઈન્દ્રજાળ રચનારનાં પારખાં મારે સ્વયં જ લેવાં પડશે!!”
ઇન્દ્રભૂતિએ વસ્ત્ર સરખાં કયાં ઘસીને યજ્ઞોપવીત નિર્મળ કર્યું. કંઠનો સુવર્ણ પટો જરા ઢીલો કર્યો. ગળાનું રુદ્રાક્ષ સરખું કર્યું અને પોતાના પાંચસો શિષ્યો સહિત યજ્ઞમંડપ બહાર પગ મૂક્યો.
ગર્વ અને ગૌરવનો ભાર ભરીને આગળ વધતા ઇન્દ્રભૂતિ મિથ્યા અભિનિવેશથી લચી પડતા હતા. વાદવિવાદ માટે સજ્જ થઈ રહેલા ઇન્દ્રભૂતિના મનમાં વિચાર-તરંગોના ઓઘ ઊમટ્યા. તેમણે વિચારશ્રેણી માંડી : શું એક મ્યાનમાં બે તલવાર રહી શકે? શું આકાશમાં બે સૂર્ય હોઈ શકે? વિમ્ ગુરાયાં સક્રિય?—એક ગુફામાં બે સિંહ! મારા બેઠા બીજો સર્વજ્ઞ સંભવે?!”