________________
૪૧૪ ]
સ્તુતિવંદના
પૂજ્યપાદ આચાર્યદેવશ્રી વિજયધર્મધુરંધરસૂરિજી મહારાજે રચેલા સ્તોત્રનો પદ્યાનુવાદ
અનુવાદક : પૂજ્ય આચાર્યશ્રી વિજયહેમચંદ્રસૂરિજી મહારાજ
છે જેનું અદ્ભુત ને પવિત્ર વૃત્ત જગમાંહે ઘણું, વળી વિઘ્નવલ્લિ છેદવામાં પરશુ સમ જે સોહતું, સઘળા પ્રશસ્ત પ્રભાવથી જે ભાવિક જન મન મોહતું, તે મંગલાર્થે શ્રી ગુરુ ગૌતમ તણાં પદકજ નમું.
વસુભૂતિ દ્વિજગેહે થયો શુભલગ્ન જસ સોહામણો, ને રત્નકુક્ષિ માત પૃથ્વી નયન-મન રળિયામણો, જસ નામ જગમાં ઇન્દ્રભૂતિ દેવમણિ સમ દીપતું, તે મંગલાર્થે શ્રી ગુરુ ગૌતમ તણાં પદ કજ નમું.
જે ચૌદ વિદ્યા પારગામી વેદશાસ્ત્ર વિચક્ષણ, અભ્યાસ ક્રિયાકાંડનો કરી કર્મકાંડી વિલક્ષણ, બન્યા, નામ જેનું વિસ્તર્યું ચોમેર રાશિ સમ ઊજળું, તે મંગલાર્થે શ્રી ગુરુ ગૌતમ તણાં પદ કજ નમું.
નથી કોઈ મુજ સમ શાસ્ત્રવેત્તા, વાદી વક્તા કે કવિ, શાસ્ત્રો તણા જે મર્મને વળી જાણતા નિર્મળમતિ; અભિમાન મિથ્યા જેહના મનમાં સદા આવું હતુંતે મંગલાર્થે શ્રી ગુરુ ગૌતમ તણાં પદ કજ નમું.
સર્વજ્ઞ છું વળી વાદીઓને જીતનારો હું જ છું, છે કોણ બીજો મુજ સમો, સાક્ષાત્ હું છું સુરગુરુ: ઈમ ચિંતવી અભિમાન શિખરે ચિત્ત જસ નિત ગાજતું, તે મંગલાર્થે શ્રી ગુરુ ગૌતમ તણાં પદ કજ નમું.
શાસ્ત્રો તણા પરમાર્થને જે જાણનારા હતા ઘણા તે પાંચસો છાત્રો તથા બીજા ઘણા પણ પંડિતો; જસ પાસ શિષ્યપણું લઈને ધન્ય નિજને લેખતાતે મંગલાર્થે શ્રી ગુરુ ગૌતમ તણાં પદ કજ નમું.
[ મહામણિ ચિંતામણિ
ગુરુવર્ય ! આપ સરસ્વતીના પૂર્ણ કૃપાપાત્ર છો, વળી વાદીગણતમ ભાણ છો તે સકલશાસ્ત્ર સમુદાય; બિરુદાવલી જસ બોલી છાત્રો જગત કરતાં ગાય, તે મંગલાર્થે શ્રી ગુરુ ગૌતમ તણાં પદ કજ નમું.
૧.
૨.
૩.
૪.
૫.
૭.