________________
શ્રી ગુરુ ગૌતમસ્વામી ]
વિપરીત અર્થો વેદપદના કરી શંકા ઊપજી, શું જીવ છે કે નહિ ? અરે ! કે માત્ર પંચભૂત છે ? શંકિત છતાં નિઃશંક થઈ, નિજને ગણે સર્વજ્ઞતે મંગલાર્થે શ્રી ગુરુ ગૌતમ તણાં પદ કજ નમું. આજ્ઞા સ્વીકારી જેહની સ્વદેશ ને પરદેશથી, આવ્યા ઘણાયે પંડિતો ને અન્ય જન પણ હર્ષથી; નગરી અપાપામાં અનોખો યજ્ઞ જેણે આદર્યો, તે મંગલાર્થે શ્રી ગુરુ ગૌતમ તણાં પદ કજ નમું. મેઘ સમ ગંભી૨ ૨૦થી વેદસૂક્તો ઉચ્ચરી, શ્રી ઇન્દ્રભૂતિ યજ્ઞવિધિ જ્યારે કરાવે હર્ષથી; નીરખી-સુણી સૌ લોક ત્યારે હર્ષપુલકિત થઈ, તે મંગલાર્થે શ્રી ગુરુ ગૌતમ તણાં પદ કજ નમું. વિમલ કેવળજ્ઞાનથી જે લોક તેમ અલોકને, ક૨ તલ બદર જિમ નીરખતાં શ્રી વીર પ્રભુ શા, નગરી અપાપાએ પધાર્યા જેહના સદ્ભાગ્યથી, તે મંગલાર્થે શ્રી ગુરુ ગૌતમ તણાં પદ કજ નમું. ત્યાં સજ્જનોથી આગમન શ્રી વીરપ્રભુનું સાંભળી, આશ્ચર્યકારી તેમ લોકોત્તર ગુણો જાણી-ક૨ી, પ્રમોદને બદલે થયું અભિમાન મનમાં જેહને,
મંગલાર્થે શ્રી ગુરુ ગૌતમ તણાં પદ કજ નમું. સુરલોકથી પ્રભુ વાંદવાને દેવગણ ઉલ્લાસથી, આવી રહ્યા જ્યારે હતા ત્યારે થયું જસ ચિત્તમાં, સાક્ષાત્ દેવો યજ્ઞમાં આવી રહ્યા એ તો જુઓ, તે મંગલાર્થે શ્રી ગુરુ ગૌતમ તણાં પદ કજ નમું. જ્યારે બધા તે દેવતા મૂકી યજ્ઞને આગળ ગયા, ત્યારે હ્રદયમાં ખિન્ન થઇ કરતાં વિકલ્પો તે ઘણા; સાચે જ આ મહાધૂર્ત છે, નહિ તો બને આવું નહિ, તે મંગલાર્થે શ્રી ગુરુ ગૌતમ તણાં પદ કજ નમું. મુજ જીવતાં છે કોણ જે સર્વજ્ઞ નિજને લેખતો, વળી સર્વગુણસંપન્ન રૂપે જેને સહુ જન માનતા, એવા વિચારે રોષથી થયું ઉગ્ર ચિત્ત જેહનું, તે મંગલાર્થે શ્રી ગુરુ ગૌતમ તણાં પદ કજ નમું. ક્ષણવાર પણ હું ના સહું અભિમાન એનું એહવું, ઈમ ચિંતવી, નિજ બંધુઓથી વારવા જ છતાં ઘણું,
[ ૪૧૫
૮.
૯.
૧૦.
૧૧.
૧૨.
૧૩.
૧૪.
૧૫.