________________
૪૦૮ ]
[ મહામણિ ચિંતામણિ.
ત્રિપદી પામીને જેણે કરી, દ્વાદશાંગી સકલ ગુણે ભણી; દિયે દીક્ષા તે લહે કેવલસરિ, તે ગૌતમને રહે અનુસરી.
૩. પછી સિદ્ધાણં બુદ્ધાણં) વેયાવચ્ચ૦ અન્નત્થ૦ કહી એક નવકારનો કાઉ૦ કરી પારીને નમોહત કહી એક થોય કહેવી :
જક્ષ માતંગ ને સિદ્ધાયિકા, સૂરિ શાસનની પ્રભાવિકા;
શ્રી જ્ઞાનવિમલ દીપાલિકા, કરો નિત્ય નિત્ય મંગલ માલિકા. પછી બેસીને નમુત્થણં, કહી, ઊભા થઈ અરિહંત ચેઈ0 અન્નત્થ૦ કહી એક નવકારનો | કાઉ૦ કરી પારીને નમોડહંત કહી આ થોય કહેવી ?
અથ ચાર થયો પ્રારભ્યતે શ્રી ઇન્દ્રભૂતિ ગણવૃદ્ધિભૂતિ, શ્રી વીરતીર્થાધિપ મુખ્ય શિષ્ય
સુવર્ણકાંતિ કૃતકર્મ શાંતિ, નમામ્યહે ગૌતમ ગોત્રરત્નમ્. પછી લોગસ્સ0 સવલોએ) અરિહંત ચેઈ0 અન્નત્થ૦ કહી એક નવકારનો કાઉ૦ કરી, પારી નીચેની થોય બોલવી :
તીર્થંકરા ધર્મધુરા, ધુરીણા, યે ભૂતભાવિ પ્રતિ વર્તમાના;
સત્યંચકલ્યાણક વાસરસ્થા, દિગંતુ તે મંગલમાલિકો ચ. પછી પુખરવરી, સુઅસ્મભગ) અન્નત્થ૦ કહી એક નવકારનો કાઉ૦ કરી પારી આ થોય બોલવી :
જિનેન્દ્રવાક્ય પ્રથિતપ્રભાવ, કમષ્ઠાનેક પ્રભેદસિંહં; આરાધિત શુદ્ધમુનીન્દ્રવર્ગોર્જગત્યેમેય જયતાત્ નિતાંત.
૩. પછી સિદ્ધાણં બુદ્ધાણં વેયાવચ્ચ૦ અન્નત્થી કહી એક નવકારનો કાઉો કરી મારી નમો હેતુ કહી નીચે પ્રમાણે થોય બોલવી :
સમ્યગુદશાં વિઘ્નહરા ભવંતુ, માતંગયેલા સુરનાયકાશ્મ;
દીપાલિકાપર્વણિ સુપ્રસન્ના, શ્રી જ્ઞાનસૂરિ વરદાયકાશ્મ. - ૪. ઇતિ. પછી બેસીને નમુત્થણંજાવંતિ ચેઈ0 ખમાજાવંતિ કેવિ૦ નમોડહંત કહી બે સ્તવનો કહેવાં તે આ
૨.
અથ ગૌતમ સ્તવન
(તંગિયા ગિરિશિખર સોહે એ દેશી) વીર મધુરી વાણી ભાખે, જલધિ જલ ગંભીર રે, ઇન્દ્રભૂતિ ચિત્ત ભ્રાંતિ રજકણ હરણ પ્રવર સમીર રે....વીર૦ ૧. પંચભૂત થકી પ્રગટે ચેતના વિજ્ઞાન રે, તેહમાં લયલીન થાયે, ન પરભવ સંજ્ઞાન રે...વીર૦ ૨.