________________
શ્રી ગુરુ ગૌતમસ્વામી ]
પુણ્યવંત અવધારો સહુ, ગુરુ ગૌતમના ગુણ છે બહુ; કહે લાવણ્યસમય કર જોડ, ગૌતમ તૂઠે સમ્પત્તિ ક્રોડ.
***
શ્રી ગૌતમસ્વામી દેવવંદન વિધિ
પ્રથમ સ્થાપના સ્થાપી, ઇરિયા વહિયં પડિક્કમી, આ ચૈત્યવંદન કરવું * અથ પ્રથમ ચૈત્યવંદન *
નમો ગણધર નમો ગણધર, લબ્ધિ ભંડાર, ઇન્દ્રભૂતિ મહિમા નીલો, વડ વજીર મહાવીર કેરો. ગૌતમ ગોત્રે ઉપન્યો, ગણિ અગ્યાર માંહે વડેરો. કેવલજ્ઞાન વહ્યું જેણે દિવાલી પરભાત; જ્ઞાનવિમલ કહે જેહના, નામ થકી સુખ-શાત.
૯.
ઇન્દ્રભૂતિ પહિલો ગણું, ગૌતમ જસ નામ; ગોબર ગામે ઉપન્યા, વિદ્યાના ધામ. પંચસયા પરિવાર શું, લેઈ સંયમ ભાર; વરસ પચાસ ગૃહે વસ્યા, વ્રતે વર્ષ જ ત્રીશ.
બાર વરસ કેવલ વર્યા એ, બાણું વરસ વિ આય;
નય કહે ગૌતમ નામથી, નિત્યે નિત્યે નવનિધિ થાય.
—
પછી નમ્રુત્યુણં કહી પછી અર્ધા જય વીરરાય કહેવા પછી ખમા૦ દઈ આ ચૈત્યવંદન કરવું.
* અથ દ્વિતીય ચૈત્યવંદન *
[ ૪૦૭
પછી નમ્રુત્યુદંત અરિહંત ચેઈજ અન્નત્ય૦ કહી એક નવકારનો કાઉ૦ કરી પારી નમોડર્હત્ કહી આ થોય કહેવી :
ચઉ અઠ દસ દોય જિનને સ્તવે, દક્ષિણ-પશ્ચિમ-ઉત્તર-પૂર્વે;
સંભવ આદિ અષ્ટાપદ ગિરિએ વલી, જે ગૌતમ વંદે લળી લળી.
* અથ ચાર થોયો પ્રારભ્યતે *
ઇન્દ્રભૂતિ અનુપમ ગુણ ભર્યા, જે ગૌતમ ગોત્રે અલંકર્યા; પંચશત છાત્રનું પરિવર્યા, વીર ચરણ લહી ભવજલ તર્યા.
૧.
પછી લોગસ્સ૦ સર્વીલોએ અરિહંત ચેઈ૦ અન્નત્ય૦ કહી એક નવકારનો કાઉસગ્ગ કરી પારી નીચે પ્રમાણે થોય કહેવી ઃ—
૨.
પછી પુખ્તરવરી સુઅસ ભગ૦ અન્નત્ય૦ કહી એક નવકારનો કાઉ૦ કરી પારીને આ થોય કહેવી :