________________
શ્રી ગુરુ ગૌતમસ્વામી ]
[ ૪૦૫
ગૌતમ નામે રોગ નવિ હુએ, વર્તે નવેય નિધાન; ઋદ્ધિ સિદ્ધિ સંપત્તિ ફલે, ધન્ય ધન્ય ગૌતમ પ્રધાન..નમો વીર નિવણ પછી કેવલી, અનંત જ્ઞાનના ધાર; અનેક જીવોને ભવથી તાય, ભવ્ય જીવોના એ આધાર....નમો આત્મકમલમાં જે ધરે, લબ્ધિધરનું એ નામ; ભુવનતિલક વર તે બને, મેળવે મુક્તિપદ ધામ...નમો
શ્રી ગૌતમસ્વામી સ્તુતિ (રાગ : શંખેશ્વર પાર્શ્વને પૂજીએ...)
ગૌતમ ગણધર ગુણ ગાઈએ, નવનિધિ મંગલ પાઈએ, ઘટ અંતર ક્ષણ ક્ષણ ધ્યાઈએ, ભુવનતિલક લબ્ધિ પાઈએ.
શ્રી ગૌતમસ્વામી ચૈત્યવંદન પ્રહ ઉઠીને હેતથી નમો શ્રી ગૌતમ સ્વામ; આનંદ મંગલ માલને વરે તે ગુણ-ગણ ધામ. ગૌતમ નામે કોઈ નથી, ચીજ ન આવે હાથ; લબ્લિનિધિ ગૌતમ સ્મરી, વીર છે જેનો નાથ. ૐ હ્રીં પદ જોડી જપીએ, તરિયે આ સંસાર; આત્મકમલ લબ્ધિ વરે, ભુવનતિલક આધાર.
શ્રી ગૌતમસ્વામી સ્તવન (૨) ગૌતમસ્વામીના જાપ કરો, ઋદ્ધિ સિદ્ધિ મંગલ માલ વરો; જસ નામે સંકટ વિઘ્ન ટલે, ત્રિકાલ ગૌતમનું ધ્યાન ધરો. વીર ચરણકમલની સેવામાં, વિનયથી દિનરાત રહે, ચઉનાણી ચૌદપૂર્વના ધણી, વીરની આણાને શિર વહે. તપ ધ્યાનલીન સદા રહેતા, અઠ્ઠાવીસ લબ્ધિને ધરતા; વીર તત્ત્વોનો ઉપદેશ કરતા, ભક્તોનાં વાંછિતને પૂરતા. ગૌતમ નામે મંગલ માલા, રોગ શોક દરિદ્રને હરતા; પરિવાર મુનિગણનો મોટો પચાસ હજાર ગણના ધરતા. વીરમુક્તિ પછી કેવલલક્ષ્મી, વીતરાગ ભાવોથી એ વરતા; ભૂમિકલને પાવન કરતા, વર્ષ બાર સુધી જે વિચરતા. વીર સ્વામીના ગણધર પહેલા, વીરશાસનનું રક્ષણ કરતા; પરિવાર સુધમને સોંપી, સર્વ કર્મ હરી મુક્તિ વરતા.