________________
૪૦૨ ]
[ મહામણિ ચિંતામણિ
કળશ (રાગ : ધનશ્રી અથવા ગાયો ગાયો રે મહાવીર) ગાયા ગાયા રે ગૌતમસ્વામી ગુણ ગાયા.... અનંતલબ્લિનિધાનશ્રી ગૌતમ, પ્રથમ શ્રી ગણધરરાયા, એક સમય પણ પ્રમાદ કરીશ નહિ, ઉપદેશ વિરના પાયા..રે ગૌતમ) અષ્ટમહાસિદ્ધિપ્રાપદાયક, કલ્પવૃક્ષ ગુરુરાયા; ચિંતામણિ કામધેનુ કામઘટ, સમાન સમૃદ્ધિ દાયા....રે ગૌતમ વિન કષ્ટ દરિદ્રતા દુઃખ શોક, જાય ગૌતમ સ્મૃતિ આયા; ગૌતમસ્વામી સ્મરણથી બહુ જીવ, બહુ સુખસંપતિ પાયા...રે ગૌતમ) સ્વાર કલ્યાણને કરવા જેમણે, શિથિલાચાર નિવાય; ઉગ્ર તપસ્વી ઉગ્ર સંયમી આયરક્ષિત સૂરિરાયા..રે ગૌતમ) અજોડ વિદ્વાન વક્તા સંયમી, અચલગચ્છપતિ પાયા; જૈન કર્યા જેણે લાખો ક્ષત્રિય, શિષ્ય જયસિંહસૂરિરાયા...રે ગૌતમ) ધર્મઘોષ મહેન્દ્રસિંહ સિંહપ્રભ, અજિત દેવેન્દ્રસિંહ આયા, ધર્મપ્રભ સિંહતિલક મહેન્દ્રપ્રભ, મેરૂતુંગ જયકીતિ રાયા...રે ગૌતમ જયકેસરી સિદ્ધાંતસાગર ભાવ-સાગર ગુણનિધિ આયા; ધર્મમૂર્તિ કલ્યાણસાગરસૂરિ પટ્ટાનુપટ્ટે સૂરિરાયા..રે ગૌતમ યોગીશ્વર પ્રભાવક સર્વે અચલગચ્છશ સવાયા; પટ્ટાનુપદે ગૌતમસાગરસૂરિ, ગુણસાગરસૂરિ આયા....રે ગૌતમ) સંવત બે હજાર રુમાલીશ વર્ષે માગશર સુદિ બારસ આયા, રાધનપુરે ગોયમ ગુરુપૂજા, શિષ્યાગ્રહે પૂર્ણ થાયા રે...રે ગૌતમ) ઘર ઘર મંગલ સમૃદ્ધિકારા, પૂજાએ જય જયકારા; ગૌતમ નીતિ ગુણસાગરસૂરિ કહે, ગોયમ પૂજા સુખકારા...રે ગૌતમ૦ ૧૦.
ઈતિશ્રી અનંતલબ્લિનિધાન શ્રી ગૌતમસ્વામી પૂજા સંપૂર્ણ
* * *
આરતી ઃ શ્રી ગુરુ ગૌતમસ્વામીની કરું આરતી લબ્લિનિધાના, ગોયમ ગુરુ મહારાયા રે....કરું, પહેલી આરતી વીર પ્રભુના, ગણધર પદવી પાયા;
લબ્લિનિધાને સોહાયા રે....કરું, દૂસરી આરતી અષ્ટાપદ તીર્થે, ચોવીશે જિનરાયા,
વંદી સૌ તાપસ તરિયા રે.....કરું,