________________
શ્રી ગુરુ ગૌતમસ્વામી ]
ગૌતમસ્વામીની પૂજા—આઠમી (દુહો)
જગ ઉપકાર કરી પ્રભુ આવ્યા પાવાપુરી માંય; દેવશર્મા પ્રતિબોધવા, મોકલે ગૌતમ ત્યાંય. ઢાળ : આઠમી
૫૧
(રાગ : આવો આવો દેવ મારા સૂના સૂના.....
કર્મ ખપાવી વી૨ પ્રભુજી, શીઘ્ર મોક્ષમાં જાય; પ્યારા દુઃખદુર્ગતિ હરનાર....(૨)
દેવોના ગમાગમનોથી, વી૨ મોક્ષ જાણી જાય; અપાર દુઃખને પામી ગૌતમ, બહુવિધ વિલપતા થાય....પ્યારા૦ આવા સમયે વીર પ્રભુ મને, દૂર કેમ મોકલાય; દૂર હોય તેને સમીપ બોલાવવાનો, વ્યવહાર કેમ લોપાય....પ્યારા૦ માન્યું શું કેવલ માગે બાલ, પરે થાય વસ્ત્ર ખેંચનાર;
મોક્ષમાં સાથે આવત તો શું થાત કંકડાશ કરનાર ?.....પ્યારા૦
સ્વાર્થી કેમ થયા ? મારો સ્નેહ ચિંતવ્યો કેમ ન દેવ;
વીર વીર કહી પ્રશ્ન પૂછીશ ક્યાં, કોની કરીશ હું સેવ ?....પ્યારા૦
ગોયમ કહી ઉત્તર કોણ દેશે, હા કેમ થયા ઠગનાર; વિલપી ચિંતવે વીતરાગ એ, કર્યો ન મેં વિચાર....પ્યારા૦
ક્ષપકશ્રેણિ ચડી કેવલ પાવે સુર થયા મહિમાકાર;
મહાવીર મોક્ષથી શોક ગોયમ, કેવલે થયો જયજયકાર...પ્યારા૦ વિચરી ઉપદેશ દઈ ઉપકાર કરી, ગૌયમ મોક્ષે જાય; ગૃહી પચાશ છદ્મસ્થ વ્રતી ત્રીશ, કેવલી બાર વર્ષ થાય....પ્યારા વર્ષ બાણું સર્વયુ ગોયમ સહસ પચાસ શિષ્યધાર; ‘ગૌતમનીતિ ગુણસાગરસૂરિ' કહે, ગૌતમ સ્મૃતિ ઋદ્ધિકાર....પ્યારા૦ ભવતુ વી૨ જિનસ્ય સુશિષ્યકો, ગણધરઃ પ્રથમોવર ગૌતમઃ । જાન જરામરણાદિ નિવારકઃ, સકલ જીવ ગુણાધિ વિતા૨કઃ ।।
[ ૪૦૧
૧.
૨.
૩.
૪.
૫.
3.
૭.
૮.
મંત્ર : ૐ હ્રી શ્રી જન્મ-જરા-મત્યુ નિવારણાય, રોગ શોક દુઃખ દુર્ગતિ વિઘ્ન સંકટ સકલાઽશુભ નિવારણાય, શ્રીમતે અનંતલબ્ધિનિધાનાય સર્વ સુખ સમૃદ્ધિ અષ્ટ મહાસિદ્ધિ પ્રદાય પરમ ગુરુદેવાય શ્રીમતે શ્રી વીર પ્રથમ ગણધર શ્રી ગૌતમસ્વામિને જલં ચંદન પુષ્પાણિ વાસચૂર્ણ ધૂપં અક્ષતાન્ અષ્ટ મંગલાનિ દર્પણું યજામહે સ્વાહા ।