________________
શ્રી ગુરુ ગૌતમસ્વામી ]
[ ૩૯૯
સુણી વેદ-પદો માન મૂકી નમી ગૌતમ, પાંચસો સહ શિષ્ય થાય રે, જીતાય નહીં મારો ભાઈ કોઈથી પણ, અગ્નિભૂતિથી વિચારાય રે..ગૌતમ૦ ૪. જઈ હમણાં ભાઈને છોડાવી લઉં, કહી મહાવીર પાસે જાય રે; વેદ-પદોથી એનો સંશય ટાળે, શિષ્યો સહ એ પણ શિષ્ય થાય રે...ગૌતમ) પ. વાયુભૂતિ આદિ નવપંડિતો પણ, શંકા નિવારી શિષ્ય થાય રે, ગૌતમ નીતિ ગુણસાગરસૂરિ' કહે, અગિયારે સત્યમાર્ગ પાય રે....ગૌતમ૦ ૬. ભવ, વીર જિનસ્ય સુશિષ્યકો, ગણધરઃ પ્રથમોવર ગૌતમઃ |
જનિ જરામરણાદિ નિવારકા, સકલ જીવ ગુણાબ્ધિ વિતારકઃ | મંત્ર : ૐ હ્રીં શ્રી જન્મ-જરા-મૃત્યુ નિવારણાય, રોગ શોક દુખ દુર્ગતિ વિઘ્ન સંકટ સકલાડશુભ
નિવારણાય, શ્રીમતે અનંતલબ્લિનિધાનાય સર્વ સુખ સમૃદ્ધિ અષ્ટ મહાસિદ્ધિ પ્રદાય પરમ ગુરુદેવાય શ્રીમતે શ્રી વીર પ્રથમ ગણધર શ્રી ગૌતમસ્વામિને જલ ચંદને પુષ્પાણિ વાસચૂર્ણ ધૂપ અક્ષતાનું અષ્ટ મંગલાનિ દર્પણું યજામહે સ્વાહા |
ગૌતમસ્વામી પૂજા–છઠ્ઠી
દુહો). શિષ્યો સહ અગિયારને, દીક્ષા દઈ જિનરાય, અગિયારને યોગ્ય જાણીને, ગણધર પદ દેવાય.
ઢાળ : છઠ્ઠી
(રાગ : જાવો જાવો અય મેરે સાધુ) પૂજો પૂજો શ્રી ગૌતમસ્વામી, બહુ જીવ તારણહાર, બહુ જીવ તારણહાર, ગોયમજી, બહુ જીવ તારણહાર...પૂજો પૂજો, વીર પાસેથી ત્રિપદી પામી, સર્વે ગણધરરાય, દ્વાદશાંગી રચના કરે ક્ષણમાં, જગ ઉપકાર કરાય.પૂજો પૂજો, છઠ્ઠ છઠ્ઠ તપ કરતાં બહુ ભાવે, ઇન્દ્રભૂતિ ગણરાય; પરવરિયા પાંચસો શિષ્યોથી, ઉપદેશ દેતા જાય...પૂજો પૂજો જગ વિચરી ઉપકાર કરે બહુ, શ્રેષ્ઠ સંયમ પાલનાર; તપ સંયમે લબ્ધિ મેળવી થાય, અનંત લબ્ધિ ધરનાર પૂજો પૂજો, બોધ દઈ જસ જસ દીક્ષા દે, તે તે કેવલી થાય; નિજ પાસે કેવલ નહીં તો યે, કેવલજ્ઞાન દેવાય...પૂજો પૂજો,* હું મુક્તિ પામું કે નહીં પ્રભુજી, ગૌતમથી પુછાય; આપ લબ્ધ અષ્ટાપદે જઈ જિન વાંદે તે મોક્ષે જાય..પૂજો પૂજો, મહાવીર મુખથી સુણી મુક્તિપથ ગૌતમ હર્ષિત થાય; ગૌતમનીતિ ગુણસાગરસૂરિ' કહે ગૌતમ નામે સુખ થાય. પૂજો જો,
અટકાયત કરવામાં
અમદાવાદમાં