________________
૩૯૮ ]
ઢાળ : ચોથી
(રાગ : આજ મારા દેહરાસરમાં મોતીડે મેહ વરસ્યા.)
મહાવીર પ્રભુજી સંઘ સ્થાપવા, પાવાપુરીમાં આવ્યા રે; સમવસરણ દેવોએ બનાવ્યું, પ્રભુ પ્રભાવ પથારાયા રે....મહાવી૨૦ નગ૨લોક સહુ હર્ષે આવી, સમવસરણે જિન વાંઘા રે; ક્રોડો દેવદેવીઓ આવે, દેખી ગૌતમ આનંદ્યા રે....મહાવી૨૦ પ્રભાવ દેખો આ યજ્ઞોનો, દેવદેવીઓ આવે રે, એમ કહે તે સમયે દેવો, સમવસરણમાં જાવે રે....મહાવી૨૦ ઇન્દ્રભૂતિ અભિમાને બોલે, મૂર્ષોથી આવું કરાય રે, પણ દેવો જો આવું કરે તો, મુજથી નહીં સહેવાય રે....મહાવી૨૦
લોકોને પૂછે ક્યાં જાઓ સહુ, તેઓ કહે મહાવીર પાસ રે; અહો, એણે દેવો આકર્ષ્યા, મહાપાખંડી છે ખાસ રે....મહાવી૨૦
જીત્યા વિણ છોડું નહીં એહને, મુજ સમ જ્ઞાની ન કોય રે; ‘ગૌતમ નીતિ ગુણસૂરિ' કહે, ત્યાં જઈ ગૌતમ જોય રે....મહાવી૨૦ ભવતુ વીર જિનસ્ય સુશિષ્યકો, ગણધરઃ પ્રથમોવર ગૌતમઃ । જાન જરામરણાદિ નિવારકઃ સકલ જીવ ગુણાબ્ધિ વિતારકઃ ।।
(રાગ : સાંભળજો મુનિ સંયમ રાગે....)
ગૌતમ પાંચસો શિષ્ય પરિવરિયા, જોઈ સમૃદ્ધિ વિસ્તાર રે; આ તો મહાઇન્દ્રજાલિયો લાગે, જીતવા કરતો વિચાર રે....ગૌતમ૦
[ મહામણિ ચિંતામણિ
ઇન્દ્રભૂતિ ક્ષેમકુશલે આવ્યો ને, સુણી વીરવાક્ય વિચારાય છે; અરે આ તો મુજ નામ પણ જાણે, મુજ જગપ્રસિદ્ધ જણાય રે....ગૌતમ૦
મુજ સંશય જાણી દૂર કરે તો, સાચો જ્ઞાની કહેવાય રે;
ગૌતમ તને આ શંકા છે તે, આ વેદપદોથી વારાય રે....ગૌતમ૦
૧.
૨.
૩.
મંત્ર : ૐ હ્રી જન્મ-જરા-મૃત્યુ નિવારણાય, રોગ શોક દુઃખ દુર્ગતિ વિઘ્ન સંકટ સકલાડશુભ નિવારણાય, શ્રીમતે અનંતલબ્ધિનિધાનાય સર્વ સુખ સમૃદ્ધિ, અષ્ટ મહાસિદ્ધિ પ્રદાય પરમ ગુરુદેવાય શ્રીમતે શ્રી વીર પ્રથમ ગણધર શ્રી ગૌતમસ્વામિને જલં ચંદન પુષ્પાણિ વાસચૂર્ણ ધૂપ અક્ષતાન્ અષ્ટ મંગલાનિ દર્પણું યજામહે સ્વાહા ।
ગૌતમસ્વામીપૂજા પાંચમી (દુહો)
સમવસરણે બેઠા પ્રભુ, ક્રોડો દેવોથી પૂજાય;
છત્ર ચામરે પુષ્પવૃષ્ટિથી, શોભે શ્રી જિનરાય. ઢાળ : પાંચમી
૪.
૫.
૬.
૧.
૨.
૩.