________________
શ્રી ગુરુ ગૌતમસ્વામી ]
[ ૩૯૫
અષ્ટકની ૧૦મી ગાથા મધ્યકાલીન કાવ્ય-પરંપરા અનુસાર ફળશ્રુતિનો નિર્દેશ કરે છે. પ્રભાતના સમયમાં જે મુનિઓ એમનું નામસ્મરણ કરે છે તેઓ સર્વ રીતે કલ્યાણને પામે છે. ધર્મની તમામ પ્રવૃત્તિઓમાં લાભની જ દષ્ટિ રહેલી છે એટલે જીવો પણ લાભની અપેક્ષાએ ધર્મમાં જોડાય છે. જ્યારે જ્ઞાનદૃષ્ટિ જાગે છે ત્યારે સત્ય સમજાતાં ભૌતિક અપેક્ષા પ્રત્યેની કોઈ ઈચ્છા રહેતી નથી. સાધુઓ અને શ્રાવકોને જ નહીં પણ ચતુર્વિધ સંઘને માટે ગૌતમસ્વામીનું પુણ્યસ્મરણ જીવનમાં મંગલકારી બને છે.
* * *
નૂતન વર્ષના દિને ભણાવવાની અનંતલબ્લિનિધાન શ્રી ગૌતમસ્વામીની પૂજા રચયિતા : અચલગચ્છાધિપતિ પ. પૂ. આચાર્ય ભગવંત
શ્રી ગુણસાગરસૂરિજી મહારાજ પ્રેરણાદાતા : તપસ્વી પ. પૂ. મુનિશ્રી ચારિત્રરત્નસાગરજી મહારાજ સંકલનકર્તા : પ. પૂ. મુનિશ્રી સર્વોદયસાગરજી મહારાજ
શ્રી ગૌતમસ્વામીની પૂજા : પહેલી
(દુહા)
પ્રણમી સર્વ જિનેશ્વરો, પ્રણમી સિદ્ધભગવાન, પ્રણમી શ્રી ગુરુદેવને, જે છે કૃપા નિધાન. બહંતેર જિનાલયને નમું અદ્વિતીય તીર્થ પ્રધાન કચ્છમાં જે શોભી રહ્યું, નમે પૂજે પુણ્યવાન. અનંતલબ્ધિથી ભય, શ્રી ગૌતમ ગણધાર; રચું પૂજા એ ગુરુદેવની, સર્વ સમૃદ્ધિ દેનાર. જલ ચંદન પુષ્પ વાસચૂર્ણ, ધૂપ અક્ષત સુખકાર; અષ્ટમંગલ દપણે કરી, પૂજો અષ્ટ પ્રકાર.
ઢાળ : પહેલી (રાગ : મારું મન મોહ્યું રે શ્રી સિદ્ધાચલે રે.) મારે મન પ્યારા રે ગૌતમ સ્વામીજી રે, અનંતલબ્ધિ નિધાન; ગુણ ગાઉં ગૌતમસ્વામી તણા રે, જાગે આતમજ્ઞાન..મારે મન ગુરુ ગૌતમના ગુરુ મહાવીર પ્રભુ રે પ્રણમું વારંવાર અસંખ્ય દ્વીપોની મધ્યે શોભતો રે, જેબૂદીપ ગોળાકાર...મારે મન,