________________
૩૪૨ ]
[ મહામણિ ચિંતામણિ
ॐ ह्रीँ अर्हं नमः
तीर्थनायक श्री वर्धमानस्वामिने नमो नमः अनंतलब्धिनिधानाय श्री गौतमस्वामिने नमो नमः परमपूज्य जैनाचार्य नीति- दान तिलक - भानुचंद्रसूरि सद्गुरुभ्यो नमः મહાપ્રભાવિક, વાંછિતપૂરક, કામધેનુ-કલ્પવૃક્ષ-ચિંતામણિરત્નસમ સર્વમનોરથપૂરક, વિનયગુણસંપન્ન, પ્રાતઃસ્મરણીય, અનંતલબ્ધિસંપન્ન
શ્રી ગૌતમસ્વામી મહાપૂજન
સંશોધક :
પરમપૂજ્ય આચાર્યદેવ શ્રી ભાનુચંદ્રસૂરિ મ.સા.ના શિષ્યરત્ન પંન્યાસશ્રી સુબોધવિજયજી મ.સા.
સંકલનકર્તા :
સુશ્રાવક સુવિધિકાર શ્રી મફતલાલ ફકીરચંદ શાહ (ડભોઈવાળા)
લબ્ધિના ભંડાર એવા ગૌતમસ્વામીજી જિનશાસનમાં ‘મંગલ વિભૂતિ’' તરીકે મહિમાવંત છે. અનંતલબ્ધિસંપન્ન શ્રી ગૌતમસ્વામી ભગવંતની વિશિષ્ટ આરાધનાભક્તિનું અનુપમ માધ્યમ આ પૂજન છે.
આ પૂજન દ્વારા પૂજક આત્મા બાહ્ય આંતરકિ ઋદ્ધિ, સિદ્ધિ અને લબ્ધિઓને પ્રાપ્ત કરે છે. જે ગૌતમસ્વામીજીમાં વિનયગુણ સહ ભવ્યતા અને ભદ્રતા હતી, તે ગુણ પૂર્ણ ભાવથી એકાગ્ર ચિત્તે પૂજન દ્વારા પૂજકને પ્રાપ્ત બને છે. નિર્મળ ઉપકારવૃત્તિસંપન્ન એવા મહાન આત્મસાધક ઉજ્જ્વળ વ્યક્તિત્વવાળા ધર્મપુરુષ તેઓ હતા. શ્રી ગૌતમસ્વામીજીએ પૂર્ણ શ્રદ્ધાવંત બની પ્રભુ મહાવીરના ચરણે સમર્પિત થઈને વીરચરણોની અનન્ય ભક્તિ કરી હતી. તેઓનો અવિહડ ‘ભક્તિગુણ' આ પૂજન દ્વારા પૂજકને પણ પ્રાપ્ય બને એ જ આ પૂજારચનાની મનોકામના છે. સંશોધક અને સંક્લનકર્તાનો આ પ્રયાસ પ્રશંસનીય છે.
-સંપાદક
અનુક્રમ
૧. ચરમતીર્થપતિ શ્રી વર્ધમાનસ્વામીની સ્તુતિ સ્તોત્રપાઠ—ધૂન
૨. અનંતલબ્ધિનિધાન શ્રી ગૌતમસ્વામીની સ્તુતિમંત્રગર્ભિત સ્તોત્રપાઠ
૩. સ્વઅંગે તિલકવિધિમંત્રોચ્ચારપૂર્વક
૪. પાપોક્ત આત્માનું શુદ્ધીકરણ—ઇરિયાવહીયા વિધિ દ્વારા
૫. ભૂમિશુદ્ધિ (ભૂમિગત ઉપદ્રવનિવારણાર્થ)
૬. સકલીકરણ—ક્ષિપનો ન્યાસ–પંચમહાભૂતનું બનેલ શરીર ૫૨ મંત્રબીજો સ્થાપવા.)