________________
શ્રી ગુરુ ગૌતમસ્વામી ]
ચાર જ્ઞાન પૂરવ ચૌદ જાણે સદા, શંકા ઊપજે વીર પૂછે ગૌતમ તદા; નિજ જ્ઞાનનો ઉપયોગ ન મૂકે કદા, કરુણા ભરિયો પર ઉપકારી સર્વદા.
(દુહા)
ભગવતી તિમ બીજા વણી આગમ જે રાજે; ભયવં ઈમ કિમ પૂછતા ગૌતમ તિહાં છાજે. પ્રભુવચને જઈ મગધમાં, નવપદ મહિમા કરતાં, સિરિ સિરિવાલ કહા થડી, ભવિયણનાં દિલ હરતાં.
નિજ લબ્બે અષ્ટાપદે જગચિંતામણિ કારી, પંદરસેં તાપસ વલી, દીક્ષા દેતા સારી. દીક્ષા લેવે તે હુએ, કેવલી સતિ સુખકારી, ગૌતમ કેવલ નહિ હુએ, સ્નેહ નડે તસ ભારી.
ઢાળ-૬
(રાગ : સામીઓ એ વીર શિંદ...)
આપ અંતિમ સમય જાણી વીર ગૌતમને કહે, દેવશર્મા પ્રતિબોધન જાઓ આણી પ્રેમે લહે; ગૌતમ કેરી મીઠી વાણ, દેવશર્મા સદેહે, દેવશર્મા ચિત્તડું ડોલે, સંયમ લેવા ચહે.
મધ્યરાત્રિએ વીર નિર્વાણ થાતાં દેવ દોડી આવે; કોલાહલ સુણી આકાશ લોક ચિંતા થાવે; ચમ ચિત્તમાં ગૌતમ સાંભળી વી૨ મોક્ષે જાવે, આ શું સાંભળું છું હું વી૨ ઈમ મનમાં ધ્યાવે. જ્ઞાને જાણે સાચી વાત વીર સિદ્ધગતિ પાવે, સ્નેહરાગનું પૂર વિષાદ ગૌતમ મનમાં લાવે; હા, હા, આ શું કીધું વીર, ભરત કિમ સોહાવે ? તારા વિણ થશે ઘોર અંધાર, કુમતિજન ફાવે. ભયવં ભયવં કહેતાં પૂછીશ પ્રશ્ન કોની કને; ગોયમ ગોયમ મધુરી વાણ બોલાવશે કોણ મને. એક લીધો હોત મને સાથે તો ખોટ શું જાત તને, વીર ! વી૨ ! શું કરું બોલ, જે માહરી વાત બને. ગળે પડતો શોષ ઘણો ‘વી૨માંહે ‘વી' ધારે, વીતરાગને વિચારે સ્નેહરાગ ગૌતમ મારે,
૫.
૨.
[ ૩૩૯
૩.
૪.
૧.
૨.
૩.
૪.