________________
૩૩૦ ]
[ મહામણિ ચિંતામણિ
ઇન્દ્રભૂતિ જન્મ નામ કહો, વસુભૂતિ પિતા તુમે ચતુર હો; પૃથ્વીમાતા ગુણ સંગ્રહો, ગૌતમ ગુરુ ગોત્રીની આણ વહો.
અરિ કરિ હરિ સવિ વશ થાએ, વળી રાન વેલાઉલ શુભદાએ, રોગ શોગ વિયોગ આદિ જાએ, ગૌતમ ગુરુના જે ગુણ ગાએ. શાકણ ડાકણ સવિ દૂર ટળે, વીછડીઆ પ્રીતમ આવી મળે, ભૂતપ્રેતાદિ કહી ન છળે, ગૌતમ નામે સવિ આશ ફળે. શ્રી ગૌતમ નામે રૂપ કળા, ગજ રથ વર પાયક હય સુભલા; ઠામ ઠામ હોય જસ સમાન ભલા, મૃગનયણી ગયગમણી મહિલા. મૃગમદ ચંદન વસ્ત્ર ધરે, સુત સોહગ સુંદર સુજન વરે; કિંચન મણિ મોતિય રણ ભરે, ગૌતમ નામે સવિ કાજ સરે. વચન વિલાસ વિદ્યા આવે, મન રુચતાં ભોજન સવિ પાવે; દુઃખ દારિદ્ર કબહિ ના'વે, ગૌતમ ગુરુ જસ લિયડે ભાવે. પાપ સકલ વેગે નાસે, નિત ધ્યાન ધરો મન ઉલ્લાસે, શ્રી ગૌતમ ગુરુ પૂજો વાસે, ગણિ વિજયશેખર કહે વિલાસે.
* * *
શ્રી ગૌતમસ્વામીનો રાસ રાસ રચયિતા : પૂ. આ. શ્રી ગુણસાગરસુરિજી મહારાજ પ્રેરણાદાતા : પૂ. મુનિ શ્રી ચારિત્રરત્નસાગરજી મહારાજ સંકલનકર્તા : પૂ. મુનિ શ્રી સર્વોદયસાગરજી મહારાજ મહાવીર પ્રભુ ચરણે નમી મનમોહન મેરે,
કહું ગૌતમસ્વામીનો રાસ રે...મન) રાસ બોલતાં સાંભળતાં વધે..મન
ઋદ્ધિ સિદ્ધિ પૂરે આશ રે...મન જબૂઢીપે ક્ષેત્રે ભારતમાં...મન)
મગધદેશ મનોહર રે...મન) ત્યાં રાજગૃહી પુરી સમૃદ્ધ...મન
રાજા શ્રેણિક રાજ્યકાર રે...મન) ગોબર ગામ સમૃદ્ધિ ભય..મન
વસુભૂતિ વિપ્ર ગણધાર રે...મન) તસ ભર્યા નામે પૃથ્વી વરા.મન
સરૂપા સુશીલા ગુણગાર રે...મન