________________
શ્રી ગુરુ ગૌતમસ્વામી ]
૪૨
ગૌતમ નામે ચડતી કળા, કુલ ઉત્તમ ઘર વિલસે કમળા; પ્રેમપુરી પુત્રવતી મહિલા, દશ દિશિ વાધે કીરતિ વિમળા, મંગલ નાદ નિશાન ધરે, ભલા ભૂપતિ ઊભા સેવ કરે; પરથલ પુન્ય ભંડાર ભરે; ગૌતમ નામ જો સદા સમરે આંગણે હયગયવ૨ હિસે, પરિવારે કરી પૂરો દીસે; ભોગ ભલા બહુ પરે વિલસે, જો તું ગોયમ પયપંકજ વસે. કુશળ કલ્યાણ આવે ઠામે, બળ રૂપ વિદ્યા આદર પામે; સિદ્ધ હવે સઘળે ઇષ્ટ કામે, સમરંત ગુરુ ગૌતમ નામે.
ગિરુઆ ગચ્છપતિ ધર્મ તણી, મોટી મહિમા સૂરીશ તણી; તે પણ ગૌતમ મંત્ર ભણી, પૂજા પામે જગતના ધણી.
દૂર દેશાવર કાંય ફિરો, મન આરતિ ચિંતા દૂર કરો; ગૌતમ નામ તુમે સદા સમો, મનવાંછિત આશા સફળ કરો. નરસુર શિવપુર લચ્છી લહે, ગૌતમનો મનમાં ધ્યાન જ વહે; જીવંતા જયજયકાર લહે, મેઘરાજ મુનિ ઈમ સુજસ કહે.
***
શ્રી ગૌતમસ્વામીનો લઘુરાસ
(કર્તા : શ્રી વિજયશેખરજી ગણિ) શ્રી ગૌતમ ગુરુ પ્રભાતિયું રે, સમરો ભવિકા જન ચિત્ત ખરે; કરકમલે કમલા સુપરે, શ્રી વી૨ જિનેશ્વર શિષ્ય શિરે.
અષ્ટાપદ ચડ્યા લબ્ધિબળે, જિન પડિમા વંદી અકળ કળે; તાપસ પત્રરસે નિમ્ન મળે, પ્રતિબોધ્યા વયણ રસે નિશ્ચલે. અક્ષીણ માહાનસી લબ્ધિ ધણી, ૫૨માત્ર ભોજન લઈ આવે મુણી; કરી પારણું અચરીજ વાત ભણી, કેવલિસિર આવિય તાસ ભણી. જસ શિ૨ ગૌતમ હાથ દિયે, સોય કેવલ પદવી તામ લિયે; વાણીય સુધારસ જેહ પિયે, ઉત્તમ ફલ મુગતિ તરત લિયે. પ્રણવ અક્ષર પહેલો રાજે, મયાબીજ મંત્ર મહિમા કાજે; શ્રીકર ગૌતમ ગુરુ ગુણ ગાજે, જપતાં જુક્તે સંકટ ભીંજે. કામધેનુ સુરતરુને ચંગે, ચિંતામણિ ચિંતિત દે રંગે; નામાક્ષર ગૌતમને સંગે, ધ્યાતા હોય દિન પ્રત્યે સુખ અંગે.
[ ૩૨૯
૩.
૪.
૫.
૬.
૭.
૮.
૯.
૧.
૨.
૩.
૪.
૫.
૬.