________________
શ્રી ગુરુ ગૌતમસ્વામી ]
[ ૩૧૩
૧૩. જગતમાં જેનો જોટો ન જડે તેવા તે સર્વપંડિત-શિરોમણિ છે. નેમિસૂરિના પદ્મસૂરિ કહે છે કે હવે તે પંડિત ઇન્દ્રભૂતિ વીપ્રભુની પાસે કેવી રીતે આવે છે તેનું વર્ણન તમે સાંભળજો. (૬).
ગૌતમ ગોત્ર ગગન રવિ, જેના બે લઘુ ભાઈ;
અગ્નિભૂતિ, વાયુભૂતિ, સર્વજ્ઞાભિમાની. ૧૪. ગૌતમ ગોત્રરૂપી આકાશમાં સૂર્ય સમાન ઇન્દ્રભૂતિ અને અગ્નિભૂતિ નામના પોતે | સર્વજ્ઞ હોવાનું અભિમાન ધરાવતા બે નાના ભાઈઓ છે. (૭).
(ઢાળ બીજી). (રાગ – જિનવર જગત દયાલ, ભવિયા! જિનવર જગત દયાલ.) *
ઉપકારી મહાવીર નમો રે, નમો ઉપકારી મહાવીર, ત્રીસ વરસ પછી સંયમધારી, ચઉનાણી વિચરંત;
છબસ્થભાવે પ્રાયે મૌની, શુભ ધ્યાનાદિકવંત નમો રે. ૧૫. ઉપકારી એવા મહાવીર ભગવંતને વારંવાર નમન હો ! જેમણે ત્રીશ વર્ષની વયે સંયમ લીધો અને ચાર જ્ઞાનના સ્વામી બનીને જ્યાં સુધી છઘસ્થ દશામાં વર્યાં ત્યાં સુધી પ્રાયઃ મૌનપણે જ રહ્યા છે અને શુભ બાનાદિક ગુણોથી જે શોભતા હતા. (૧).
ચરણે નમતાં ઈદ્ર ને પન્નગ, હસતો એ સમતાવંત; શત્રુતણું એ ભદ્ર કરંતા, અહિ સહસાર સુર હંત.
૨. ૧૬. જેમના ચરણે કયારેક ઇન્દ્રો નમન કરતા, તો ક્યારેક સર્પ દંશતો, તો પણ જે સમભાવે જ વર્તતા અને શત્રુનું કલ્યાણ વાંછતા તે પ્રભુના પસાયે ચંડકોશિયો સાપ પણ આઠમા સહસ્ત્રાર દેવલોકમાં દેવ થયો. (૨).
આપ પસાયે ચંદનબાલા, લહે સુખ કેવલનાણ;
ઋજુવાલકાતીર ગોદોહિકાસન, ચોવિહાર છઠ શુભધ્યાન. ૧૭. આપના (જે પ્રભુના) પસાયથી ચંદનાબાલા સતીએ કેવલજ્ઞાનનું સુખ મેળવ્યું તે પ્રભુ | મહાવીર ઋજુવાલુકા નદીના કિનારે ગોદોહિક આસને બેઠા હતા અને ચોવિહાર છઠ્ઠ કરવાપૂર્વક | શુભ ધ્યાનમાં હતા ત્યારે, (૩).
ક્ષપક શ્રેણિમાં વૈશાખ સુદની, દશમે કેવલી થાય;
દેશના આપી તીર્થને થાપવા, પાવાપુરી પ્રભુ આય. ૧૮. વૈશાખ સુદિ દશમના દિવસે તે પ્રભુએ ક્ષપક શ્રેણિ માંડી અને કેવળજ્ઞાન પ્રાપ્ત | કર્યું. પછી ત્યાં ક્ષણ માટે વિફળ દેશના આપીને પ્રભુ અપાપા પાવા)પુરી પધાર્યા. (૪).
સમવસરણમાં વીર વિરાજ, ચૌમુખ અડ પ્રાતિહાર;
દેવદુંદુભિ આકાશે વાજે, જલ થલ ફૂલ વિસ્તાર. ૧૯. દેવોએ રચેલા સમવસરણમાં વીર પ્રભુ બિરાજ્યા; ચૌમુખની તથા આઠ પ્રાતિહાર્યોની રચના થઈ. આકાશમાં દેવદુંદુભિ ગાજી; અને જલમાં અને પેદા થયેલાં ફૂલોની વૃષ્ટિ વિસ્તરી. (૫).