________________
૩૧૪ ]
[મહામણિ ચિંતામણિ
વીંજાય ચામર શિર પર સોહે, છત્ર રૂપે મનોહાર;
વૈર તજી સૌ દેશના સુણતાં, ભૂખ તરસ પરિહાર. ૨૦. બે બાજુ ચામર ઢોળાય છે; મસ્તક ઉપર ત્રણ છત્ર શોભે છે, જન્મજાત વૈરી જીવો પણ વેરભાવને વીસરીને અને ભૂખ-તરસને ભૂલીને પ્રભુની દેશના સાંભળે છે. (૬).
દુર્લભ નરભવ પુયે પામી, અપ્રમાદે કરી ધર્મ;
મુક્તિ હો સવિ તારક બનીને, એ જિનશાસન મર્મ. ૨૧. પ્રભુ ફરમાવે છે કે–દુર્લભ એવો મનુષ્યજન્મ સંયોગે મળ્યો છે તો અપ્રમાદી બનીને ધર્મ કરો અને બીજાઓના તારક બનીને પોતે પણ મોક્ષ પ્રાપ્ત કરો-તરો, એ જ આ જૈનશાસનનો મર્મ છે. (૭).
સ્વર્ગ ઉતરતાં દેવવિમાનો, ઇન્દ્રભૂતિ નિરખંત;
યજ્ઞ-પ્રભાવે અહીં દેવ આવે, ઈમ જાણી હરખંત. ૨૨. તે વખતે ભગવંત પાસે આવવા માટે સ્વર્ગલોકથી દેવનાં વિમાનો ઊતરી રહ્યાં છે. ઇન્દ્રભૂતિ તે નીરખીને “અમારા યજ્ઞના પ્રભાવથી દેવો સાક્ષાત્ ભાગ લેવા આવી રહ્યા છે,' એમ ચિંતવીને હરખાય છે. (૮).
પણ તે વિમાનો યજ્ઞ તજીને, જાય મહાવીર પાસ;
મારાથી ચઢિયાતો એ કુણ આવ્યો, સુરો જસ દાસ. ૨૩. પરંતુ જોતજોતામાં એ વિમાનો તો યજ્ઞ છોડીને આગળ વધ્યાં, અને જાણ્યું કે એ તો મહાવીર નામે સર્વજ્ઞ પાસે જઈ રહ્યાં છે ત્યારે ઇન્દ્રભૂતિને થયું કે દેવો પણ જેના દાસ છે એવો મારાથી ચઢિયાતો વળી કોણ પાક્યો આ ? (૯)
અભિમાની તે લોકનાં વચને, સાચી ન માને વાત;
મુજ સમ જ્ઞાની કોઈ ન જગમાં, જીત્યા પંડિત પ્રખ્યાત. ૨૪. લોકોએ કહેલી વાત સાચી પણ અભિમાની એવા તેમણે માની નહિ, અને મારા જેવો છે જ્ઞાની આ જગતમાં બીજો કોઈ હોઈ જ ન શકે, મેં પ્રખ્યાત પંડિતોને પણ જીતી લીધા છે. (૧૦)
ઈત્યાદિ બોલી શિષ્યોની સાથે, વાદીને જીતવા જાય;
પણ વીર પ્રભુના દર્શન કરતાં અભિમાન ઊતરી જાય. ૨૫. વગેરે બોલતાં શિષ્યોને સાથે લઈને તેઓ વાદીને–ભગવાનને જીતવા માટે ચાલી નીકળે છે, પરંતુ જ્યાં વીર પ્રભુનાં દર્શન થયાં કે તે જ ક્ષણે તેમનો મદ ગળી જાય છે. (૧૧).
એ કોણ? નિર્ણય છેવટે કરતાં, શ્રી વીર કિમ બોલાય;
શિવ યશ રાખે નેમિ પદ્મ વીરથી, હવે પ્રતિબોધ કરાય. ૧૨. - ૨૬. તેમને સવાલ થયો કે આ કોણ હશે? ઘણી ગડમથલને અંતે સમજ્યા કે આ તો ! શ્રી મહાવીરસ્વામી છે. એ સાથે જ થયું કે હવે આમની સામે કેમ બોલી શકાય? હવે તો ભગવાન શંકર જ મારી લાજ રાખે તો રાખે. નેમિસૂરિના પદ્યસૂરિ કહે છે કે આમ વિચારી રહેલા ગૌતમને ભગવાન પ્રતિબોધ કરે છે. (૧૨).
૧૧.