________________
૩૧૨ ]
સત્યાવીશમા ભવ વિશે, તે ત્રિપૃષ્ઠ વીર થાય; સારથિ ઇન્દ્રભૂતિ થયા, સિંહ તે ખેડૂત થાય. ૩.
૭. સત્યાવીશમા ભવમાં ત્રિપૃષ્ઠનો જીવ મહાવીરસ્વામી થયો ત્યારે સારથિ ઇન્દ્રભૂતિ ગૌતમ થયો અને પેલો સિંહ ખેડૂત બન્યો. [એ ખેડૂતે ગૌતમસ્વામીથી બોધપામીને દીક્ષા લીધી અને પછી સમવસરણમાં આવતાં ભગવાનને જોઈને પૂર્વ વૈર જાગૃત થતાં તે દીક્ષા છોડીને નાસી ગયો.] (૩).
(ઢાળ પહેલી)
(ચગ – પ્રભુ, આપ અવિચલ નામી છો...)
[ મહામણિ ચિંતામણિ
જંબુદ્દીપના ઉત્તમ ભરતે, મગધે નરપતિ શ્રેણિક વરતે; ગુબ્બર ગામે વસુભૂતિ તણી, પૃથ્વીના સુત ઇન્દ્રભૂતિ ગણી.
૧.
૮. જંબુદ્રીપમાં ઉત્તમ ભરતક્ષેત્ર છે. ત્યાં મગધ દેશનો રાજા શ્રેણિક છે. એ દેશમાં ગોબર ગામમાં વિપ્ર વસુભૂતિ અને તેનાં પત્ની પૃથ્વીને ઇન્દ્રભૂતિ નામે પુત્ર થયો. (૧). જ્યેષ્ઠા વૃશ્ચિક રાશિ જન્મ્યા, દેખંતા સૌ જન હરખાયા; ઉત્તમ લક્ષણધર કાલક્રમે, ભણવાની ઉંમર તે પાયા.
૨.
૯. જ્યેષ્ઠા નક્ષત્રમાં અને વૃશ્ચિક રાશિમાં તેનો જન્મ થયો. તેને જોતાં જ સૌને હર્ષ થયો. જન્મથી જ સુલક્ષણવંતો એ પુત્ર કાળક્રમે મોટો થયો અને ભણવાનું શરૂ થયું. (૨). વર રૂપ પ્રસિદ્ધ ચૌદ વિદ્યાને, જાણે ધરી વિનયાદિકને; સાહે ધુર સંઘયણ સંસ્થાને, સાત હસ્ત પ્રમાણ ધરે તનને.
૩.
૧૦. શ્રેષ્ઠ રૂપવંત તે પુત્ર ક્રમશઃ વિનયાદિક ગુણો કેળવવાપૂર્વક ૧૪ વિદ્યાઓ ભણ્યો. વજ્રઋષભનારાચ સંહનન અને સમચતુરસ્ર સંસ્થાન વડે શોભતા તેના દેહની ઊંચાઈ સાત હાથની છે. (૩).
તેજસ્વી ધૈર્ય મેરુ સમા, ગંભીરતાએ સાગરની સમા;
કર્યા જિન પૂજાદિક પૂર્વભવે, લહે જ્ઞાનાદિક શુભ આજ ભવે. ૪.
૧૧. તે ઇન્દ્રભૂતિ તેજસ્વી છે, મેરુ પર્વત સમાન ધીર છે, સાગર સમાન ગંભીર છે. પૂર્વજન્મમાં જિનપૂજા આદિ ઉત્તમ કાર્યો તેમણે કર્યાં હશે તેથી આ ભવમાં જ્ઞાન વગેરે શુભ ભાવો તેમને ખૂબ ઉત્તમ પ્રકારે પ્રાપ્ત થયા છે. (૪).
વિદ્યાર્થી જેના પંચસયા, મિથ્યામતિએ યજ્ઞો કરિયા; પ્રતિબૂઝશે યશ તણા બ્હાને, વીર સંગે લેશે શિવપદને.
૫.
૧૨. તેમને ૫૦૦ તો શિષ્યો વિદ્યાર્થીઓ છે. પોતે મિથ્યાનંત છે તેથી હિંસક યજ્ઞો કરે છે. એ યજ્ઞના નિમિત્તે તે જે પ્રતિબોધ પામવાના છે અને વીપ્રભુની સોબત–સેવા પામીને મોક્ષપદને વરવાના છે. (૫).
સવિ પંડિતમાં પંડિત મોટા, જગમાં ન જડે જેના જોટા; નેમિ પદ્મ કહે પ્રભુ વીર કને, આવે તે સુણજો વર્ણનને.
૬.