________________
શ્રી ગુરુ ગૌતમસ્વામી ]
[ ૨૯૭
તાણ પુર સિરિ ઈદભૂઈ ભૂવલય પસિદ્ધો,
ચઉદહ વિજ્જા વિવિહ રૂવ નારિ રસ વિદ્ધો (શુદ્ધ); વિનય વિવેક વિચાર સાર ગુણગણહ મનોહર
સાત હાથ સુપ્રમાણ દેહ રૂપે રંભાવર. નયણ વયણ કર ચરણ જિવિ પંકજ જળે પાડીએ,
તેજે તારા ચંદ સુર આકાશે જમાડીએ રૂવે મયણ અનંગ કરવી મેલ્વિઓ નિરધાડીએ,
ધીર મેં મેરુ ગંભીર સિંધુ ચંગિમ ચયચાડીએ. ૪. પેખવિ નિરુવમ રૂવ જાસ જણ જપે કિંચિઅ,
એકાકી કલિભીત ઈશ્ક ગુણ મેલ્યા સંચિ0; અહવા નિક્ષે પુવ્રજમ્મુ જિણવર ઈણે અંચીએ,
રંભા પઉમા ગૌરી ગંગ રતિ હા વિધિ વંચીએ. ૫. નહિ બુધ નહિ ગુરુ કવિ ન કોઈ જસુ આગળ રહી,
પંચાસમાં ગુણપાત્ર છાત્ર હીંડ પરિવરીઓ; કરે નિરંતર યજ્ઞકર્મ મિથ્યામતિ મોહીએ,
ઇણે છલિ હોસે ચરમ નાણ દંસણહ વિસોહીએ. ૬.
(વસ્તુ છંદ). જંબુદીવહ જંબુદીવહ ભરહવાસંમિ, ભૂમિતલમંડણ મગધદેશ, સેણિયનરેસર, વર ગુબર ગામ તિહાં, વિષ્પ વસે વસુભૂઈ સુંદર, તસુ ભજ્જા પુહવી, સયલ ગુણગણ રૂવ નિહાણ, તાણ પુત્ત વિજ્જાનીલો, ગોયમ અતિહિ સુજાણ.
(ઢાળ બીજી). ચરમ જિણેસર કેવળનાણી, ચઉવિત સંઘ પઈટ્ટા જાણી; પાવાપુર સામી સંપત્તો, ચઉહિ દેવ નિકાયે જુતો. દેવે સમવસરણ તિહાં કીજે, જિણ દીઠે મિથ્થામતિ ખીજે; ત્રિભુવનગુરુ સિંહાસણે બઈઢા, તતખણ મોહ દિગંતે પઈ8ા. ૯. કોધ માન માયા મદપૂરા, જાએ નાઠા જિમ દિન ચૌર; દેવદુંદુભિ આકાશે વાજે, ધર્મનરેસર આવ્યા ગાજે. કુસુમવૃષ્ટિ વિરચે તિહાં દેવા, ચઉસઠ ઈન્દ્ર જસુ માગે સેવા; ચામર છત્ર શિરોવરિ સોહે, રૂપે હી જિણવર જગ સહુ મોહે. ૧૧. ઉપશમ રસભર ભર વરસતા, યોજનવાણી વખાણ કરતા; જાણીએ વર્ધમાન જિન પાયા સુર નર કિંમર આવે રાયા. ૧૨.
૩૮