________________
શ્રી ગુરુ ગૌતમસ્વામી ]
[ ૨૮૯
ગૌતમ-જો-વિલાપ (કચ્છી ભાષામાં)
(પ્રસ્તુતકર્તા : દુલેરાય કારાણી) [કચ્છી બોલીના પ્રાચીન સાહિત્યને લિપિબદ્ધ કરવાનો ઘણોખરો યશ શ્રી દુલેરાયભાઈ કારાણીને ફાળે જાય છે. એમણે સેંકડો કાવ્યો, ગીતો અને કથાઓ દ્વારા કચ્છી પ્રજાના ખમીર અને ખાનદાનીનાં દર્શન કરાવ્યાં છે. સાહસિકતા અને ઉદારતા જેવા ગુણોનો પરિચય પણ કરાવ્યો છે. જૈનધર્મ-સાહિત્ય પર પણ તેમને એટલો જ અનરાગ છે. અહીં પ્રસ્તુત તેમનું ગૌતમ-જો-વિલાપ' કાવ્ય આપણને ઊંડા ચિંતન-મનનમાં લઈ જાય છે. વિનયમાંથી વિલાપ અને વિલાપમાંથી વીતરાગની ભૂમિકાનું સુંદર દર્શન કરાવીને શ્રી કારાણી સાહેબે આ પ્રસંગનું કચ્છી બોલીમાં અનેરું દર્શન કરાવ્યું છે. ગયા ડિસેમ્બર-૧૯૯૫માં સોનગઢ મુકામે તેમના જન્મશતાબ્દિ મહોત્સવની ઉજવણી ખૂબજ સુંદર અને શાનદાર રીતે ઉજવાઈ.
સંપાદક) (દોહરા) જડેં જીવન વાટ જા, પૂરાં ઠાં બોંતેર;
થીંધલ કે તાં ન થીંધલ, કરે શકે તે કેરી જીવનવાટનાં જ્યારે બોંતેર વરસ પૂરાં થયાં, ત્યારે જે થનાર હતું તે થયું. થવાકાળને ફેરવવા કોણ સમર્થ છે?
ભાવી જે તાં ગર્ભ મેં, જિદ્દી હુઓ નિરમાણ;
નગરી પાવાપુરી મેં, પ્રભુ પામ્યા નિરવાણ. ૪ ભાવિના ગર્ભમાં જે નિમણિ હતું તે થયું. પાવાપુરી નગરીમાં પ્રભુ મહાવીર નિવણ પામ્યા.
| (ચોપાયા) મહાવીર ભગવાન આપ જે, અંત સમય કે સમજી વ્યા;
અને પરમ પ્રેમી ગૌતમ જે, પરમ પ્રેમ કે સમજી વ્યાં. જ ભગવાન મહાવીર પોતાના અંત સમયને સમજી ગયા હતા. અને પરમ પ્રેમી ગૌતમના પરમ પ્રેમને પણ સમજી ગયા હતા.
ગૌતમ જે કોમલ મનડે જી, વીર પ્રભુ કે ખબર હૂઈ;
ફુલ જેડે ઈન કોમલ ફુલ જી, વીર પ્રભુ કે ખબર હૂઈ. ગૌતમના કોમળ મનની વીર પ્રભુને ખબર હતી. ફૂલ જેવા એ કોમળ ફૂલની વીર પ્રભુને ! ખબર હતી.
દૂર દૂર હો દેવશર્મા, ઉનકે ઉતે પ્રબોધે લાવ;
ગૌતમ કે જે વિદાય કરે ને, વીર પ્રભુ થઈ વે વિદાય. થી દૂર દૂર દેવશમાં હતો. તેને પ્રતિબોધવા માટે વીર પ્રભુએ ગૌતમને ત્યાં મોકલ્યા. અને !
ત્યારબાદ પોતે સદાને માટે વિદાય થઈ ગયા.
==