________________
૨૮૮ ]
[ મહામણિ ચિંતામણિ
-
શ્રી ગૌતમસ્વામીનો વિલાપ (રચયિતા મુનિરાજ શ્રી લક્ષ્મીસાગરજી મહારાજ)
દુહા) પ્રભુ વીર પધારિયા, પાવાપુરી મોઝાર; હસ્તિપાલની જીર્ણ સભાએ, અનેક મુનિ પરિવાર. પુન્યપાપ-ફળ ઉચ્ચરે, ઉત્તરાધ્યયન રચાય; અંતકાળે વિપ્ર બોધવા, ઈન્દ્રભૂતિ તો જાય. પુ રાય સ્વપ્નાં કહે, ભસ્મરાશિ સંક્રમાય; ઈન્દ્ર વીનવે ક્ષણ બિરાજો, વીર કહે એ નવ થાય.
(રાગ : આવો આવો દેવ, મારાં સૂનાં સૂનાં દ્વાર). તારો તારો વીર ! મારી નૈયાના આધાર, મને પાર ઉતારો... તુમ વિયોગે પ્રભુજી પ્યારા, ગૌતમ કરે પુકાર.મને યોગાસને કર્મ ખપાવી, જ્ઞાનપ્રકાશ બુઝાયો, જ્ઞાતનંદન શિવ સિધાયા, જગ અંધાર છવાયો..મનેo , શી ઝળહળતી કેવળજ્યોતિ, આસો અમાસે જાય; સુરનર શોકે દીપક કરતા, તે દિવાળી સોહાય...મને રૂમઝૂમ કરતાં દેવવિમાનો, આકાશે જે ગાજે, વળતાં સ્વામી ગણપતિ પૂછે, સુર આવ્યા કોણ કાજે...મને ભવિજન-તારક સત્ય દયામય, કુમતિ ટાલણહાર; વર્ધમાન વિભુ શિવ સિધાવ્યા, અમે આવ્યા તે વાર...મને૦ સાંભળીને મૂછ એ પામે, દડ દડ આંસુ વહાવે, હે પ્રભુ! હું છેડો ન ઝાલત, શિવ ન સાંકડું થાત..મને૦ વીર ! વીર ! કહી વિલપે, કોને પૂછું પ્રશ્ન ભત? કોણ બોલાવે ગુણી ગોયમ, કિણ પાસે રહું સંત?...મને રે, નિરાગી! તવ ભાવ ન જાણ્યો, શ્રુત ઉપયોગ ન આણ્યો; રાગ રીસ ના જગથી સર્યું મન વૈરાગે ધર્યું...મને નૂતન વર્ષે નવ પ્રભાતે, ગૌતમ કેવળ પાવે; જગના જીવો હર્ષે હાલે, સુર ઉસવમાં આવે...મને બાર વર્ષે વીર ગૌતમ મળતાં, શાશ્વત સુખમાં હેરે, લક્ષ્મીસાગર શાસન જગમાં, હર્ષ ઘરોઘર પ્રેરે...મને
* * *
જે
છે
૪.
ર
$
$
$