________________
શ્રી ગુરુ ગૌતમસ્વામી ]
[ ૨૮૭
દેવશમાં દ્વિજ પ્રતિબોધી પાછા વળે, માર્ગે સુયું પ્રભુ વીરતણું નિવણ જો; વજૂપાત થયો ગુરુ ગૌતમના ઉપરે, શુધબુધ ખોઈ ધરણી ઢળ્યો તે વાર જો;
.ભાવદીપક) ૨. આવ્યા શુદ્ધિમાં રડે બાલક પેરે, ભરે ધ્રુસકાં, નેણ વહે ચોધાર જો વીર ! વીર! બસ, બોલ એક ઉચ્ચારતા, સ્મરણપટથી વીર ખસે ન લગાર જો;
...ભાવદીપક0 ૩. અહાહા હું નિભગી અભાગિયો, નિવણિ સમયે હું નહીં પાસ જો; અલગો કરી શું છેહ દીધો આવો તમે ? આવત નહીં તુમ સાથ ખરેખર નાથ જો;
..ભવદીપક૦ ૪. આપ ગયા નોધારો મૂકી મુજને, દુઃખના ડુંગર ઊગ્યા દીનદયાળ જો; ભરત ભવિને કોણ પ્રભુ હવે આસરો, હતા તમે પ્રભુ એક મોટા આધાર જો;
...ભાવદીપક પ. રડતાં રડવડતાં અમે સૌ પાંગળાં, શોક છૂટે નહિ ઉર થકી લગાર જો; મિથ્યામતિનો પાર નહિ આ વિશ્વમાં, કિમ વહેવો કહો હવે પ્રભુ, વહેવાર જો;
..ભાવદીપક) . પ્રીત પ્રભુ શું યાદ ન આવી તે સમે? કે મારો કૈ અપરાધ કહો, જગનાથ જો, અણધટતું આપે આ તે શું કર્યું? શિવ સંચરિયા અલગ કરી પ્રભુ આપ જો;
...ભાવદીપક0 ૭. ભૂલ્યો સાહિબ ! આ તે શું ચિંતવું અહા ! પામ્યો છું હું કર્મતણાં ફળ મુજ જો; આપ કરો તેમાં શંકા શી માહરે, માનું કીધું હિત ઘણું છે મુજ જો;
..ભાવદીપક૦ ૮. મનમાં મોટી તુમને એ શંકા હતી, નિવણે જો ગૌતમ રહેશે પાસ જો, ખેદ પ્રસારી આત્મગુણ હાનિ કરે, સમજ્યો સાહિબ ભલું કર્યું છે કાજ જો,
ભાવદીપક) , સત્ય કહું તો આપ હતા વીતરાગજી, નિરાગી હો કસૂર ના તલભાર જો; અહોનિશ પડખું સેવ્યું તો પણ પ્રભુ, ઓળખી શક્યો ન વીતરાગી પ્રભુ આપ જો;
ભાવદીપક) ૧૦. એગોડહં નત્યિ મે કોઈ સ્વામ જો, ભાવના ભાવે એકત્વ મનમાંહ્ય જો; ગુણશ્રેણીએ આરોહણ કરતાં ઉપવું, ઉજ્વળ કેવળજ્ઞાન અનંત ઉદાર જો;
...ભાવદીપક) ૧૧. આતમના અજવાળે ગુરુ ઓપી રહ્યા, લબ્ધિતણા ભંડાર ગુણમણિ ખાણ જો; આતમ અમારો અજવાળાથી ઓપતો, કરજો નિર્મલ હે ગુરુ ગૌતમસ્વામ જો;
..ભાવદીપક૦ ૧૨.