________________
૨૮૬ ]
[ મહામણિ ચિંતામણિ
આપ ગયા નોધારો મૂકી મુજને, દુઃખના ડુંગર ઊગ્યા દીનદયાળ જો; ભરત ભાવે તુમ પ્રેમ તળે પાગલ બન્યા, છેહ દીધો તેઓને પણ કૃપાલ જો;
...મનમંદિરના...૩. યાદ કરી તુમ દિવ્ય જીવન એ સૌ રડે, શોક ત્યજે ના ઉર થકી દિનરાત જો; મિથ્યામતિનો પાર નહીં આ વિશ્વમાં, હામ નથી હૈયે શું કરીએ તાત જો;
...મનમંદિરના...૪. વાતો શીતળ વાયુ પણ થંભી ગયો, નદી-સાગરનાં નીર પડ્યાં કંઈ સ્થિર જો; સરવરમાં હંસો ચારો ચરવો તજી, મીંચી આંખો ઊભાં શોકે સ્થિર જો;
...મનમંદિરના...૫. કરમાયાં તરુવર સૌ આપ રવિ વિના, ખરી પડ્યાં કંઈ ભૂ પર પર્ણ-કુસુમ જો; તજી ગુંજન પંખી સૌ માળે જઈ ચડ્યાં, શોક તણી પશુઓ પાડે કે બૂમ જો;
..મનમંદિરના..૬, ભૂલ્યો સાહિબ ઓલંભો તમને ન હો, પામ્યો છું હું કર્મતણાં ફળ મુજ જો; આપ કરો તેમાં શંકા શી માહરે, માન કીધું હિત ઘણું છે મુજ જો;
.મનમંદિરના..૭. મનમાં મોટી શંકા તુમને એ હતી, નિવણે જો ગોયમ રહેશે પાસ જો; ખેદ પ્રસારી આત્મગુણ હાનિ કરે, સમજ્યો સાહિબ ભલું કર્યું છે કાજ જો;
...મનમંદિરના.૮. સત્ય કહું તો આપ હતા વીતરાગ જી, નિરાગી હો કસૂર ના તલભાર જો; ગુણ એ તુજમાં જાણ્યો મેં વિભો, ધિક્ ધિક્ નિંદુ આતમ મારો તાત જો;
...મનમંદિરના...૯. ગૌતમ ચઢિયા ભાવ-મિનારા ઉપરે, ભાવના આવી એકત્વ મન માંહ્ય જો; નિર્મલ પંચમ જ્ઞાન પ્રકાશ્ય તે સમે, સુરનરગણ મહિમા આનંદભર ગાય જો;
..મનમંદિરના...૧૦.
*
*
*
શ્રી ગૌતમસ્વામીનો વિલાપ (કર્તા : શ્રી બાબુલાલ મનસુખલાલ શાહ)
(રાગ : પંખીડા, સંદેશો કહેજો શ્યામને) અપાપાપુરી નગરના આંગણે, પ્રભુ વીર દેશના દેતા સોળ પ્રહર જો; દેશના દઈ હિતકારી યોગ નિરોધતા, પ્રયાણ કર્યું પ્રભુએ શિવ મોઝાર જો,
ભાવદીપક ઉદ્યોત અહો ! અસ્ત થયો.. ૧.