________________
૨૯૦ ]
[ મહામણિ ચિંતામણિ
વધે ગૌતમ જે કન, દુઃખ જે ડુંગર જેવો હરફ પુગો;
ઈ તો જાણે ધુંબી થઈ, એડો વજૂવાત લગો. # પાછાં વળતાં જ્યારે ગૌતમના કાન પર દુઃખના ડુંગર જેવો આ શબ્દ આવી પડ્યો, ત્યારે તેમને મન તો જાણે ધરતી ધ્રુજી ગઈ હોય એવો વજ્રાઘાત લાગ્યો..
શાની ગૌતમ તેં પણ, અજ તાં જાણે તૂટી પેઓ આકાશ;
ચિભડ ફિમેં તી સાવ ફિસી પ્યા, હાય, વિજી થઈ વેઆ હતાશ! # જ્ઞાનવાન ગુરુ ગૌતમ ઉપર પણ આજ તો જાણે આભ તૂટી પડ્યું હતું. ચીભડું ફસકી પડે તેમ એ ફસકી પડ્યા, હાય નાખીને હતાશ થઈ ગયા.
મહાવીર જી વિદાય સે, ગૌતમ જા અંતર-તાર રૂએ;
કરુણ કંઠ જો રૂદન સુણીને, જંગલ ઝાડ પહાડ રૂએ. મહાવીરની વિદાયથી ગૌતમના અંતરના તાર રહે છે. એમના કરુણ કંઠનું કલ્પાંત સાંભળીને જંગલ, ઝાડ અને પહાડ જાણે રડવા લાગે છે.
વીર પ્રભુ જી વિદાય સે, ગૌતમ કે લગે બડો આઘાત;
પાણા પણ પલરી પૅ એડો, ગૌતમ ગુરુવાર કરી વિલાપ. # વીર પ્રભુની વિદાયથી ગૌતમના અંતરને આવો મોટો આઘાત લાગ્યો છે. પથ્થર પણ ! પીગળી જાય એવો વિલાપ ગૌતમ ગુરુવર કરવા લાગ્યા.
ગૌતમ ગુરુ જે મનડે જીતાં, પીડા જો કી રેઓ ન પાર; અખિયે મેં શ્રાવણ ને ભધરો, આંસુડા વચંતા ઓધાર. ગૌતમ ગુરૂવર જી અખિયે મેં, મહાવીરજી મૂરત આય;
ગૌતમસ્વામી જે અંતરમેં, વીર પ્રભુ જી સૂરત આય. છે ગૌતમ ગુરુના મનની પીડાનો કોઈ પાર જ રહ્યો નહીં. આંખોમાંથી શ્રાવણ-ભાદરવાના મેઘ
જેવાં આંસુડાં ચોધાર વહે છે. ગૌતમ ગુરુવરની આંખોમાં મહાવીરની મૂર્તિ છે. એમના અંતરમાં વીર પ્રભુની સૂરત છે.
ગૌતમ ગણવર રૂએ ધ્રુસકે, અખિયેં આંસુડે જા મી; જ્ઞાની ગૌતમ પરમ પ્રેમ સે, પ્રભુ કે ઓભાલા તા ડી. કરુણાઘન! કરુણ ના સાગર, કરુણા આજુ કિડાં વઈ?
કરુણાસાગર! આંજી કરુણા, મૂ કે મારે હલઈ વઈ! ગૌતમ ગણધર ધ્રુસકે ધ્રુસકે રડે છે. આંખે આંસુના મેહ છે. જ્ઞાની ગૌતમ પ્રેમથી વીર પ્રભુને ઉપાલંભ આપે છે : ઓ કરુણાઘન! કરુણાના સાગર! તમારી કરુણા ક્યાં ગઈ? તમારી કરુણા તો મને મારીને ચાલી ગઈ છે.
મહા અહિંસક વીર પ્રભુજી, અંજી અહિંસા કિડાં વઈ? અહિંસા આંજી અજતાં મુંકે, કનલ કરે ને હલઈ વઈ!