________________
૨૮૦ ]
[મહામણિ ચિંતામણિ
છે
$
$
$
દર્શન તુમારો દેખ કે, રહેતો રંગ રાતો, વચન તુમારો શિર ધરી, ગુણ તારા ગાતો. જિહાં જિહાં સંશય ઊપજે, તો શું પૂછી લીજે; જ્ઞાન સુધારસ કી કથા, કહો-કોણ કીજે. સહી સહી તું વીતરાગ હે નહીં રાગ કી રેખા; શત્રુ મિત્ર તેરે સમજાયે, સો મેં નજરે દેખા. શુકુલધ્યાન શ્રેણી ચડ્યા, ગુરુ ગૌતમ રાયા; અનિત્ય ભાવના ભાવતાં, કેવલપદ પામ્યા. પૂર્ણબ્રહ્મ પ્રગટ ભયા, નહિ ભય છિપાયા; રૂપવિજય ભગતે કરી, ચરણે શિર પાયા.
* * * શ્રી ગૌતમસ્વામી સ્તવન
(કર્તા : મુનિશ્રી ખીમાવિજયજી મહારાજ) તો શું પ્રીત બંધાણી જગતગુરુ ! તો શું પ્રીત બંધાણી, વેદ-અરથ કહી મો બ્રાહ્મણકું ખીણમેં કીધો નાણી. બાળક પરે મેં જે જે પૂછ્યું, તે ભાખ્યું હિત આણી, મુજ કાલાને કોણ સમજાવશે, તો બિન મધુરી વાણી. વયણ સુધારસ વરસી વસુધા, પાવન ખેત સમાણી; નારક નર તિરિ પ્રમુદિત મોહિત તોહિ ગુણમણિ ખાણી.. કિસકે પાઉં પરું અબ જાઈ, કિસકી પકરું પાની; કુણ મુજ ગોયમ કહી બોલાવે, તો સમ કુણ વખાણી. અઈમુત્તો આવ્યો મુજ સાથે, રમતો કાચલી પાણી; કેવળ કમલા ઉસકે દીનો, યહી કીર્તિ નહિ છાની. ચૌદ સહસ અણગાર હોટો, કીનો કાહુ પિછાની; અંતિમ અવસર કરુણાસાગર, દૂરે ભેજ્યો જાણી. કેવળભાગ ન માગત સ્વામી, રહત ન છેડો તાણી; બીચમેં છોડ ગયે શિવમંદિર, લોક મેં હોત કહાણી. ખામી કછુ ખિજમત મેં કીનિ, તાકિ થા હિ કમાણી; સ્વભાવ લહે શું સેવક, યહિ બાત પિછાની. વીતરાગ ભાવે ચેતનતા અંતરમૂર્તિ કહાની, ખીમાવિજય જિન ગૌતમ ગણધર, જ્યોત શું જ્યોત મિલાઈ.
* * *
૯.