________________
શ્રી ગુરુ ગૌતમસ્વામી ]
[ ૨૭૯
હોટો છે અપરાધ ઈહીં પ્રભુ માહરો, શ્રત-ઉપયોગ મેં દીધો નહીં તે વાર જો...વિશ્વભર૦ ૩. સ્નેહ થકી સર્યું, ધિક! એક પાક્ષિક સ્નેહને એક જ છું, મુજ કોઈ નથી સંસાર જો સૂરિ-માણેક ઇમ ગૌતમ સમતા ભાવતા, વરિયા કેવળજ્ઞાન અનંત ઉદાર જો...વિશ્વભ૨૦
(દોહા). ગૌતમ કેવળજ્ઞાનનો, ઓચ્છવ અમર ઉદાર, કરતાં પૂરણ કોડથી, જિનશાસન જયકાર, સિદ્ધ બુદ્ધ મુક્તાતમા, અનુપમ સાદિ અનંત, અપુનર્ભવ-સુખ અનુભવે, ભજો શ્રી વીર ભગવંત.
* * * શ્રી ગૌતમસ્વામીનું સ્તવન
(કર્તા : શ્રી જ્ઞાનવિમલસૂરિજી) વીર વિના વાણી કોણ સુણાવે, કોણ સુણાવે, કોણ બતાવે ? જબ થે વીર ગયે શિવમંદિર, તબ મેરી સાંસો કોણ મિટાવે ?... ૧. તુમ વિણ ચઉવિત સંઘ કમલદલ વિકસિત કોણ કરાવે કરાવે ? કહે ગૌતમ તુમ વિરહ સે, જિનવર દિનકર જાવે જાવે.. ૨. મોકું સાથ લેઈ કયું ન ચલે ? ચિત્ત અપરાધ ધરાવે ધરાવે, ઈમ પરણાવ વિચારી અપના, ભાવ શું ભાવ મિલાવે મિલાવે. ૩. સમવસરણમેં બેઠે તખ્ત પર, હુકમ કોણ ફરમાવે ફરમાવે; વીર વીર લવતે વીર અક્ષર, અંતર તિમિર હટાવે હટાવે. ૪. સકળ સુરાસુર હર્ષિત હોવે, જુહાર કરણકું આવે આવે; ઇન્દ્રભૂતિ અનુભવ કી લીલા, જ્ઞાનવિમલ ગુણ ગાવે..ગાવે પ.
શ્રી ગૌતમસ્વામીનું સ્તવન (કર્તા : કવિ શ્રી રૂપવિજયજી મહારાજ) મેં નહિ જાણ્યો નાથજી, મોંસે દૂર પઠાએ, પીછે સે વર્ધમાનજી, શિવ-મહેલ સિધાએ. વચન તમારો માન કે, મેં દીક્ષા લીની; લોકલાજ સબ ત્યાગ કે, ઘર ઘર ભિક્ષા કીની.