________________
૨૭૮ ]
પ૨ષદા બૂઝી રે આતમ રંગ શું રે,
૧. રાખ્યો.
પામ્યા શિવપદ સાર...આધાર૦
[ મહામણિ ચિંતામણિ
૧૫.
(પ્રેષક : પૂ. પુ. શ્રી સુધર્મસાગરજી મહારાજ)
***
શ્રી ગૌતમસ્વામીનો વિલાપ (વાચનાચાર્ય શ્રી વિજયમાણિક્યસિંહસૂરિ કૃત શ્રી મહાવીરજિન પંચ-કલ્યાણક પૂજામાંથી) (ઢાળ ત્રીજામાંથી દોહા)
વર્ધમાન વચને તદા, શ્રી ગૌતમ ગણધાર; દેવશર્મા પ્રતિબોધવા, ગયા હતા નિરધાર. પ્રતિબોધી તે વિપ્રને, પાછા વળિયા જામ; તવ તે શ્રવણે સાંભળે, વીર લહ્યા શિવધામ. ધસક પડ્યો તવ ધ્રાસકો, ઉપન્યો ખેદ અપાર; વીર ! વી૨ ! કહી વલવલે, સમરે ગુણ-સંભાર. પૂછીશ કોને પ્રશ્ન હું, ભંતે કહી ભગવંત; ઉત્તર કુણ મુજ આપશે, ગોયમ કહી ગુણવંત. અહો પ્રભુ, આ શું કર્યું. દીનાનાથ દયાળ ! તે અવસર મુજને તમે, કાઢ્યો દૂર, કૃપાળ ! ઢાળ ચોથી
(પંખીડા સંદેશો કહેજો મારા નાથને—એ દેશી) શાસન સ્વામી સંત-સનેહી સાહિબા, અલવેશ્વર વિભુ આતમના આધાર જો; આથડતો અહીં મૂકી મુજને એકલો, માલિક, કિમ જઈ બેઠા મોક્ષ-મોઝાર જો. વિષંભર વિમલાતમ વાહાલા વીરજી...એ આંકણી...
મન-મોહન તુમે જાણ્યું ‘કેવળ’ માંગશે, લાગશે અથવા કેડે એ જિમ બાળ જો; વલ્લભ ! તેથી `ટાળ્યો મુજને વેગળો, ભલું કર્યું એ ! ત્રિભુવન-જન-પ્રતિપાલ જો...વિશ્વભ૨૦ અહો ! હવે મેં જાણ્યું શ્રી અરિહંતજી, નિઃસ્નેહી વીતરાગ હોય નિરધાર જો;
3.
૪.
૫.
૧.
૨.