________________
શ્રી ગુરુ ગૌતમસ્વામી ]
[ ૨૮૧
૧.
૨.
૩.
૪.
શ્રી ગૌતમસ્વામીના વિલાપનું સ્તવન વીર વેલા આવો રે, ગૌતમ કહી બોલાવો રે, દરિશન વેલા દીજીએ હો જી.
પ્રભુ, તું નિઃસનેહી, હું સસનેહી અજાણ....વર૦ ગૌતમ ભણે ભો નાથ, તેં વિશ્વાસ આપી છેતર્યો, પરગામ મુજને મોકલી, તું મુક્તિરમણીને વર્યો,
હે પ્રભુજી ! તારા ગુપ્ત ભેદોથી અજાણ..વીર. શિવનગર થયું શું સાંકડું કે હતી નહીં મુજ યોગ્યતા? જો કહ્યું હોત મુજને તો, કોણ કોઈ ન રોકતા;
હે પ્રભુજી! હું શું માગત ભાગ સુજાણ..વી૨૦ મામ પ્રશ્નના ઉત્તર દઈ, ગૌતમ કહી કોણ બોલાવશે? સાર કરશે કોણ સંઘની, શંકા બિચારી કયાં જશે ?”
હે પ્રભુ! પુણયકથા કહીને પાવન કરો મમ કાન..વી૨૦ જિનભાણ અસ્ત થતાં તિમિર, મિથ્યાત્વ સઘળે વ્યાપશે, કુમતિ કુશીલ જાગશે વલી, ચોર ચુગલ વધી જાશે;
હે ત્રિગડે બેસી દેશના દિયો જિનભા...વી૨૦ મુનિ ચૌદ સહસ છે તાહરે, વીર ! માહરે તું એક છે; ટળવળતો મને મૂકી ગયા, પ્રભુ! ક્યાં તમારી ટેક છે;
હે પ્રભુ! સ્વપ્નાંતરમાં અંતર ન ધર્યો સુજાણ..વીર૦ પણ હું આજ્ઞાવાટ ચાલ્યો, ન મળે કોઈ અવસરે, હું રાગવશ રખડું નિરાગી, વીર શિવપુર સંચરે;
હું વર વર કહું, વીર ન ધરે કાંઈ ધ્યાનવી૨૦ કોણ વીર ને કોણ ગૌતમ, નહીં કોઈ કોઈનું તદા; એ રાગગ્રંથિ છૂટતાં વળી જ્ઞાન ગૌતમને થતાં,
હે સુરતરુ-મણિ સમ ગૌતમ નામે નિધાન....વી૨૦ કાર્તિક વદ અમાસ રાત્રે, અષ્ટ દ્રવ્ય દીપક બળે, ભાવ દીપકજ્યોત પ્રગટે, લોક દેવદિવાલી ભણે;
હે વીરવિજયના નરનારી ધરે ધ્યાન...વીર)
૬.
૭.
*
* *