________________
૨૭૦ ]
દેવલુક વિનતિ સુણી, ભુણ્યા મેં ગણધાર; તે ગૌતમને વંદના, સફલ કરો અવતાર. ગૌતમ ઘુણતા મનમહીં, હર્ષ તો નહીં પાર; તે ગૌતમને વંદના, શ્વાસ માંહે સો વાર.
કેઇક ભવના પ્રગટિયા, પુણ્ય તણા પ્રાભા; તે ગૌતમને વંદના, કરતાં લહું ભવપાર.
કળશ
નેમિ જિનેસર સ્મરણથી હુએ નાશ ભવભય ફન્દના, આનંદસાગરસૂરિવરૂ કરે કર્મ નિકન્દના. ક્ષમા-લલિત-સુશીલસાગર સોહતા તસ નન્દના, સુધર્મસાગર હરખે કરતો, ગુરુ ગૌતમ વંદના.
*
***
શ્રી ગૌતમ ઇકતીસા (દોહરા)
શ્રી ગૌતમ ભગવાન કા‚ કરું ચિત્ત મેં ધ્યાન, સિદ્ધિ-સુધા શુભ જ્ઞાનનિધિ, મિલે સુખદ વરદાન.
શ્રી ગૌતમ ભગવાનનું, કરું ચિત્તમાં ધ્યાન, સિદ્ધિસુધા શુભ જ્ઞાનનિધિ, મળે સુખ વરદાન.
(ચોપાઈ) જબ તક સૂરજચાંદ રહેગા ગૌતમ તેરા નામ રહેગા, તેરા દર્શન-પરદજ પાને, આયે શ્રદ્ધાસુમન ચઢાને.
[ મહામણિ ચિંતામણિ
(ભાવનગરવાસી શ્રી નંદલાલ દેવલુકની વિનંતીથી, તપાગચ્છીય પૂ. આચાર્યદેવેશ શ્રીમદ્ આગમોદ્ધારક . આનંદસાગરસૂરીશ્વરજી મહારાજ સાહેબના શિષ્ય પૂ.ઉપાધ્યાયજી ક્ષમાસાગરજી ગણિવર્યના શિષ્ય પૂ. મુનિરાજશ્રી લલિતસાગરજીના શિષ્ય પૂ. પંન્યાસજી સુશીલસાગરજી ગણિવર્યના શિષ્ય મુનિશ્રી સુધર્મસાગરજીએ આ દુહામય ‘ગૌતમ-વંદના’ની રચના સં. ૨૦૫૧ની સાલે ભદ્રેશ્વર તીર્થમાં પૂર્ણ કરેલ છે.)
જ્યાં સુધી સૂરજ-ચાંદ રહેશે, ગૌતમ, તારું નામ રહેશે, તારું દર્શન પદરજ પામે, આવે શ્રદ્ધા-સુમન ચઢાવે. તેરી લીલા બડી ગહન હૈ, ધન્ય તુમ્હેં પાકર જગજન હૈ, ઉજ્વલ તુમસે સાર ભૂતલ, જન-જન અવિચલ સમ્બલ.
૧૦૬.
૧૦૭.
૧૦૮.
||૧||
૧.
11211
૨.
||||