________________
શ્રી ગુરુ ગૌતમસ્વામી ]
[ ૨૬૯
જાઓ પ્રતિબોધન તુમ, દેવશમની પાસ; તે ગૌતમને વંદના, પ્રભુ આણા એ વાસ. આણા પામી ઊપડે, પહોંચી દે ઉપદેશ, તે ગૌતમને વંદના, લેતા સાધુ વેશ. હરખે હાથે સવિ કરે, લોચ સકલ જે કેશ, તે ગૌતમને વંદના, દૂર કરે સંકલેશ. આયુ પૂરણ કરી વર્ધમાન, સિદ્ધશિલાએ જાય; તે ગૌતમને વંદના, દેવો દોડી જાય. ગૌતમકણ ચમકતાં, આ શું મુજ સંભળાય; તે ગૌતમને વંદના, વિહવળતા જસ થાય. શાસનપતિ સિધાવિયા, હૈયું રહ્યું છેદાય; તે ગૌતમને વંદના, અંતર જસ અકળાય. ભરતે અંધારું થશે, કોણ કરશે મુજ સાર; તે ગૌતમને વંદના, દુઃખ જેહને છે અપાર. ભયવં ભય કેહને, પ્રશ્ન પૂછીશ એક તાર; તે ગૌતમને વંદના, શોક ઘટે ન લગાર. અંત સમય જાણો છતાં, દીધો મુજને છે, તે ગૌતમને વંદના, આકંઠ વીર શું નેહ. વીર વીર પોકારતો. આંખે અશ્ર ધાર, તે ગૌતમને વંદના, એક જ રહ્યો પોકાર. કિંઠે વધતો શોષ ને વીરમાં ‘વી’ તિણ વાર, તે ગૌતમને વંદના, તૂટે નેહની ધાર. રાગ હૈયામાં મુજ રહ્યો, તે હિ જ દુઃખ દેનાર; તે ગૌતમને વંદના, રાગ-વિદારણહાર. શુકુલ ધ્યાન શ્રેણિ ચઢ, રાગદ્વેષ ગયો ભાર, તે ગૌતમને વંદના, કેવલજ્ઞાન સવાર. વરસ પચાસે પાળિયા, શ્રમણપણે સુખકાર; તે ગૌતમને વંદના, ત્રીસ વરસ વ્રત ધાર. બાર વરસ કેવલીપણે, વિચરે જગત આધાર; તે ગૌતમને વંદના, પામ્યા શિવપદ સાર. ગૌતમ સુખદુઃખે નહીં, કૈવલ્યનો દાતાર, તે ગૌતમને વંદના, પ્રણમું વારંવાર.
૧૦૧.
૧૦૨.
જાણવા પરમાર નામના
૧૦૩.
૧૦૪.
૧૦૫.