________________
૨૬૮ ]
[ મહામણિ ચિંતામણિ
અષ્ટાપદ પર નીરખતો, શંકિત છુંભક દેવ; તે ગૌતમને વંદના, શંકા હણે તતખેવ. અષ્ટાપદગિરિ ઊતરતા, તાપસ શત પંદર, તે ગૌતમને વંદના, નમે ચરણો અંદર. આપ જ દેવ ગુરુવરા, દીક્ષા ઘો સુપસાય; તે ગૌતમને વંદના, વિધિએ શ્રમણ બનાય. કલિએ શંકા કો કરે, ઓઘા કિણથી આય; તે ગૌતમને વંદના, કુત્રિકાપણની સહાય. વાસ છઠ્ઠ અઠ્ઠમ તપે, પંદરસે સવિ સાધ; તે ગૌતમને વંદના, એક મને આરાધ. પંદરસોનાં પારણે, વહોરી લાવ્યા ખી તે ગૌતમને વંદના, અંગૂઠે અમી નીર. પાંચસેં ખાતાં કેવલી, પાંચસે રસ્તા માય, તે ગૌતમને વંદના, સમવસરણમાં આય. પાંચસે ત્રીજા કેવલી, ગૌતમ તેહથી અજાણ; તે ગૌતમને વંદના, વીર વંદન વદે વાણ. કેવલી આશાતન તજો, કહેતાં વીર ગુણખાણ; તે ગૌતમને વંદના, લોપે નહિ કદી આણ. મન માંહે દુઃખી થતાં, કેવી કરમની ઘાણ, તે ગૌતમને વંદના, છૂટવા કરતો તાણ. વીર કહે અટકાવતું એ છે સ્નેહનું ઠાણ, તે ગૌતમને વંદના, છોડે તો કેવલનાણ. ગૌતમ તારા કરમનું પૂરું થાશે દાણ; તે ગૌતમને વંદના, જબ મારું નિવણ. સિદ્ધિગતિમાં સારીખા, મનમાં આનંદ માણ; તે ગૌતમને વંદના, સાંભળતો જગભાણ. વીર શું તેજોલેશિયા, મૂકતો જબ ગોશાલ; તે ગૌતમને વંદના, પૂછતો જગત દયાલ. આયુ પૂરણ કરી કિહાં ગયો, ગોશાલાનો જીવ; તે ગૌતમને વંદના, પામશે કબ તે શિવ. કરુણા દિલ ગૌતમ તણું, કેવું ગુણ ગરિષ્ઠ, તે ગૌતમને વંદના, દ્વેષી શું પ્રેમ વરિષ્ઠ.