________________
શ્રી ગુરુ ગૌતમસ્વામી ]
તે સુણતાં નવપદ વિષે, ધ્યાન ધરે નરના; તે ગૌતમને વંદના, શિવપદ દે સુખકાર. સિરિ સિરિવાલ કહા મધે, રત્નશેખર સૂરિરાજ; તે ગૌતમને વંદના, વર્ણવતા ગણિરાજ.
દીક્ષા દેવે જેહને, કેવલી બનતા તેહ; તે ગૌતમને વંદના, વરસે ધારા મેહ.
સહસ ચઉદ શિષ વીરના, સાતસેં કેવલી દેખ; તે ગૌતમને વંદના, સવિ શિષ કેવલી પેખ.
દીક્ષિત કેવલ પામતા, ના'વે વાર લગાર; તે ગૌતમને વંદના, પોતે ન પામે પાર. નિજ લબ્બે યાત્રા કરે, અષ્ટાપદ ગિરિ ધામ; તે ગૌતમને વંદના, ચરમ શરીરી નામ.
દેવવચન સુણી એહવા, વી૨ ક૨ે વંદન, તે ગૌતમને વંદના, કરો કર્મ નિકંદન. જો પ્રભુજી આજ્ઞા મિલે, અષ્ટાપદ જુહારૂ, તે ગૌતમને વંદના, વીર કહે કરો વારુ. વીર-આજ્ઞા લઈ નીસરિયા, અષ્ટાપદની જાત્ર; તે ગૌતમને વંદના, એ સમ નહીં કો પાત્ર. મુક્તિ શું મહેનત કરે, પંદરસે તાપસ; તે ગૌતમને વંદના, કબ આવે વાપસ. અષ્ટાપદ ચોવીશ જિન, સમ નાસાયે શોભ; તે ગૌતમને વંદના, મુક્તિ પામવા લોભ. ભરતે ભરાવ્યાં ભાવથી, જિન ચોવીશે ઉદાર, તે ગૌતમને વંદના, વંદી લહે ભવપાર. જગચિંતામણિ સૂત્રથી થુણતા જિન ચોવીશ; તે ગૌતમને વંદના, વિહરમાન વલી વીશ. વલીયે વિશેષે વંદતા, પાંચે તીરથ જેહ; તે ગૌતમને વંદના, સિદ્ધાચલ ગુણ ગેહ. ગિરનારે નમી નેમને, સુવ્રત ભરૂચ મંડણ; તે ગૌતમને વંદના, મુહરી પાસ દુઃખ ખંડા. સચ્ચઉરી સાચોરમાં, શાસનપતિ શ્રી વીર; તે ગૌતમને વંદના, કરતો વંદન ધીર.
૫૮.
૫૯.
૬૦.
૬૧.
૬૨.
૬૩.
૬૪.
૬૫.
૬૬.
૬૭.
૬૮.
૬૯.
૭૦.
૭૧.
૭૨.
૭૩.
[ ૨૬૭