________________
૨૬૦ ]
[ મહામણિ ચિંતામણિ
એમ અનેક વલોપાતથી, મનથી ઓસરિયો રાગ રે, પ્રભુજી છે વીતરાગ રે, ફોગટ કીધો મેં રાગ રે...ભવિજન, અનિત્ય ભાવના ભાવતાં, પામ્યા કેવળજ્ઞાન રે, ગૌતમ લબ્લિનિધાન રે, કાર્તિક પડવા પ્રભાત રે...ભવિજન, બાર વરસ લગે શોભતા, વરના શાસનમાં આપ રે. સ્વામી સુધમાં થાપ રે, પોંત્યા મુક્તિમાં આપ રે...ભવિજન સૌધર્મ બૃહદ્ તપગચ્છમાં, આવ્યા સૂરિરાજેન્દ્ર રે, ધનચંદ્રસૂરિ ભૂપેન્દ્ર રે, યતી વિદ્યા સુરીન્દ્ર રે..ભવિજન, આમ પરંપરા ચાલતી, આવ્યા સૂરિજયન્ત રે, વંદે સમ્યગરત્ન રે, કરજો ભવનો અન્ત રે...ભવિજન વિસ ચાર શત સાલમાં, ભીનમાલ ચાતુમસ રે, કાર્તિક ઉજ્વલ માસ રે, રચના પડવા દિન ખાસ રે...ભવિજન) ૨૫.
***
શ્રી ગૌતમ ગુરુ સ્તુતિ મહા લબ્ધિવંત એ ગુરુ મારા, મહાવીરને શરણે રહેનારા, પંચ મહાવ્રતને ધરનારા, ભાવિક તણાં દુઃખો હરનારા. ફિકર તજી આજ્ઞાએ રહેનારા, તારી બહુજનને તરનારા,. સર્વ ઉપર કરુણા કરનારા, ક્ષમા ધર્મને ધારણ કરનારા. પરમ પવિત્ર પ્રભાવિક પ્યારા, દશ્ય પ્રપંચોથી નિત્ય ન્યારા, ધર્મીઓને સુખ કરનારા, એવા ગૌતમ ગુરુ છે મારા.
(સુનંદાબહેન વ્હોરાના સંપાદિત ગ્રંથમાંથી સાભાર)
*
*
*
અનંતલબ્લિનિધાન શ્રી ગૌતમસ્વામીની ભાવવાહી સ્તુતિ રચયિતા પૂ. ૫. શ્રી વિજય અમૃતસૂરીશ્વરજી મ. શ્રીના
શિષ્યરત્ન પં, શી દાનવિજયજી મ.
(હરિગીત) શ્રી ઇન્દ્રભૂતિ વિપ્ર જેનું નામ મંગળ શોભતું પૃથ્વી અને વસુભૂતિનન્દન ગોત્ર ગૌતમ ઓપતું સુર–અસુર–નરના ઇન્દ્ર જેની કરે સ્તવના ભાવથી, આપો સદા વાંછિત મને ગૌતમ ગુરુ સુપ્રભાવથી.