________________
શ્રી ગુરુ ગૌતમસ્વામી ]
[ ૨૬૧
૨.
૪.
ત્રિપદી લહી શ્રી વીર મખથી બીજ સમ સિદ્ધાંતના. જે બીજ બુદ્ધિના ધણી મુહૂર્ત માત્ર કાળમાં, રચતા ચતુર્દશ પૂર્વને વળી અંગબાર સ્વભાવથી, આપો સદા વાંછિત મને ગૌતમ ગુરુ સુપ્રભાવથી. જસ વર્ષ સુખ-આનન્દકારણ વર્ધમાન જિનેશ્વરે, રચના કરી પૂર્વે પ્રભાવક સૂરિ મંત્રતણી ખરે; જેનું સકળ સૂરીશ્વરો કરે ધ્યાન આજે ભાવથી, આપો સદા વાંછિત મને ગૌતમ ગુરુ સુપ્રભાવથી. સકલવાંછિત સિદ્ધિદાયક મંત્રસમ જસ નામને, મુનિઓ બધા ભિક્ષાભ્રમણકાળે પ્રસન્નમને રહે; થઈ પૂર્ણ ઇચ્છા જેહની મિષ્ટાન્ન પાન ને વસ્ત્રની, આપો સદા વાંછિત મને ગૌતમ ગુરુ સુપ્રભાવથી. જે તીર્થ અષ્ટાપદતણો મહિમા સુણી સુવત્રથી, આકાશમાં નિજશક્તિએ ચડતા અતુલ ભક્તિ થકી; ચોવીશ જિનવર ચરણ પંકજ સ્તવન કારણ ભાવથી, આપો સદા વાંછિત મને ગૌતમ ગુરુ સુપ્રભાવથી. ચડવા ગિરિ અષ્ટાપદ ત્રણ પંચ શત સહુ તાપસો, તપથી દમી નિજદેહ જે નિશદિન કરે બહુ સાહસો; કરે દાન તેને ખીરનું જે મહા અક્ષીણ લબ્ધિથી, આપો સદા વાંછિત મને ગૌતમ ગુરુ સુપ્રભાવથી. ભોજન ખરેખર દક્ષિણા પૂર્વક સદા હોવું ઘટે, મનમાં વિચારી એમ જે ગણધર વિભએ નિશ્ચયે, કેવળ રૂપી નિર્મલ વસન આપ્યું મહા ઔદાર્યથી, આપો સદા વાંછિત મને ગૌતમ ગુરુ સુપ્રભાવથી. પ્રભુ વીર શિવ પામ્યા પછી યુગપુરુષ જેને જાણીને, પટ્ટાભિષેક કર્યો સુરેન્દ્રોએ હૃદય મુદ આણીને; નિજ સાધ્ય સાધી સિદ્ધિ વરતા સજ્જનો જસ નામથી, આપો સદા વાંછિત મને ગૌતમ ગુરુ સુપ્રભાવથી. ગૌતમતણું આ પુણ્યઅષ્ટક જે મુનિ પ્રવરો સદા, આદર ધરીને મધુર કંઠે પ્રહસમય ભણતાં સદા; નિશ્ચય થકી અનુક્રમે તે સૂરિપદ પામી લહે, તલ્લીન થઈ નિજ આત્મરમણે સ્વર્ગે કે શિવસૌખ્યને. શાસન તણા સમ્રાટ શ્રી ગુરુનેમિસૂરિરાજના, વળી પૂજ્ય ગુરુ અમૃત તથા સુપસાયથી સૂરિ દેવના;
૮.
૯.