________________
શ્રી ગુરુ ગૌતમસ્વામી ]
ઇન્દ્રભૂતિ અભિમાનમાં, પૂછે લોકને વાત રે,
જાવો ક્યોં સબ સાથ રે, છોડી યજ્ઞનો પાથ રે...ભવિજન૦
તબ વલતું સવિ બોલિયા, આવ્યા વીર ભગવાન રે, સુણવા તેમની વાણ રે, ત્રિજગ કેરા છે ભાણ રે...ભવિજન
ઇન્દ્રભૂતિ તબ કોપિયા, મુજ સમ ઔર ન કોય રે, એ કોઈ માયાવી હોય રે, વાદથી હટાવું જાય રે...ભવિજન૦ હુંકારો કરી ચાલિયા, શિષ્ય પાંચસો સાથ રે, મનમાં ગર્વ ન માત રે, જીતશું હું કેઈ ભાત રે...ભવિજાત સમવસરણને નિહાલતા, ગોયમ ચમક્યા તે વાર રે, શું એ બ્રહ્મા અવતાર રે, કેવલી વીર કિરતાર રે...ભવિજન૦ પ્રભુજી પોતે બોલાવતા, વાણી અમીય સમાન રે, આપ્યું ગોયમને માન રે, સુણતાં આવ્યું તબ ભાન રે...વિજન
સંશય મન તણા છેદિયા, શિષ્ય થયા તે વાર રે,
કરી દિલમાં વિચાર રે, જાણ્યો ધર્મનો સાર રે...ભવિજન૦
એમ એકાદશ ગણધરા, થયા પ્રભુ તે વાર આપે ત્રિપદી સાર દ્વાદશાંગી વિચાર રે...વિજન૦
પ્રથમ શિષ્ય છે પ્રભુતણા, વિનય વિવેકનંત રે, ગૌતમસ્વામી ગુણવંત રે, એ સમ કોઈ ન સંત રે...વિજન૦
અષ્ટાપદ પર જાવતાં, વાંદવા ચોવીશે જિન રે, તાપસ પંદર સો તીન રે, આપી દીક્ષા તે દિન રે...ભવિજન૦
જિનવ૨ વંદી કરે પારણું, ખીરનું પાત્ર છે એક રે, અંગૂઠે લબ્ધિ અનેક રે, કેવલી પાંચસો એક રે...ભવિજન૦
સમવસરણમાં પેસતાં, બાકી કેવલી હોય રે,
પ્રભુ ગુણ ગાતા તે સહુ રે, સંશય રાખો ન કોય રે...ભવિજન૦ જે જે દીક્ષા તે આપતા, તે સહુ કેવલી હોય રે, સહસ પચ્ચાસ જોય રે, પાતિક તે સહુ ખોય રે...વિજન૦ વરસ પચાસ ઘરમાં વસ્યા, તીસ વળી વીરની સેવ રે, આણા શિરવહે દેવ રે, છઠ છઠ તપ કરે તેમ રે...ભવિજન૦ દેવશર્મા પ્રતિબોધવા, કીનો હુકમ ભગવાન રે,
વળતાં સૂઝ્યું નિર્વાણ રે, ભૂલ્યા તે સતિ ભાન રે...ભવિજન અંત સમય અલગો કિયો, મુજને કેમ ભગવંત રે, આવત હું શું તુમ સંગ રે ? તુમ શું પ્રીતિ અનંત રે...ભવિજન૦
૪.
૫.
૬.
૭.
૮.
૯.
૧૦.
૧૧.
૧૨.
૧૩.
૧૪.
૧૫.
૧૬.
૧૭.
૧૮.
૧૯
[ ૨૫૯