________________
શ્રી ગુરુ ગૌતમસ્વામી ]
[ ૨૫૭
પંદર શત પ્રતિ બુઝવી તાપસી, અદ્વિઅષ્ટપદે બિંબ વંદી, શાલ મહાશાલ ગાંગિક નૃપ, આદિને, કેવળભા કર્યા તે આનંદી...લબ્ધિ૦ ૭. ગર્વ જે તાહરો બોધ માટે થયો, રાગ ગુરુભક્તિ નિમિત્ત થાતો; ખેદ પણ કેવળનાણ નિમિત્ત બન્યો, જગત આશ્ચર્ય તુજ રીતભાતો...લબ્ધિ૦ ૮. ગુણપતિ ગચ્છપતિ તેમ ગણેશ કે, ગૌતમ નામ પર્યાય શબ્દા; પ તુ અયન બે દ્વાદશ માસને ત્રણ્યશત સાઠ દિન જેમ અબ્દા....લ૦ ૯. મંગલિક સર્વમાં ગૌતમ તારું નામ છે આદિ કલ્યાણ કરતાં; ગૌતમ નામનો જાપ જપતાં થકાં, નિશ્ચય વિશ્વમાં વિઘ્ન હરતાં..લબ્ધિ૦ ૧૦. પ્રણવની સાથે હુંકાર પદ જોડીને, સદ્ગુરુ ગૌતમ નામ લીજે, પ્રસન્ન ચિત્તે કરી, નીતિને ઉર ધરી, અઘ“ હરી ભાગ્યનો ઉદય કીજે..લ૦ ૧૧.
૧૦ પંદર સો૧૧. યવત ૧૨. જિનપ્રતિમા ૧૩ કેવળ ભજના૧૪ એકનાં અનેક નામ, ૧૫. છ માસનું એક અયન, ૧૬. વર્ષના ૧૭. ૐકાર ૧૮ પાપને દૂર કરી.
* * *
દિવાળીનું સ્તવન મને ઉપકારી વીર પ્રભુ સાંભરે રે મારા દર્શન દાયક દેવ દેજો..મને
મારા હૈયાના હાર પ્રભુ વીરજી રે,
રાખી તરફડતો દાસ થયા સિદ્ધ જો...મને મને મૂકીને મુક્તિમાં સંચય રે, . કહું કોની આગળ જઈ દુઃખ જો...મને
ગોયમ ગોયમ કહેનાર ગયા મુક્તિમાં રે,
કોણ પ્રશ્રની ભાંગશે ભૂખ જો...મને ગયા ત્રિપદી સુણાવનાર મુક્તિમાં રે.. હવે કોની કરીશ હું તો સેવ જો...મને
બોલે ગૌતમ વેણ એમ રાગથી રે,
ઘડીભરમાં વિચારે પ્રભુ વેણ જો...મને પ્રભુ વિતરાગ રાગને ટાળતા રે, રાગ હોત તો ન કેવળજ્ઞાન જો...મને
એમ ભાવિ થયા ગૌતમ કેવળી રે, દેવ ઓચ્છવ કરે ગુણગાન જો...મનેo