________________
શ્રી ગુરુ ગૌતમસ્વામી ]
[ ૨૫૧
શ્રી ગૌતમસ્વામી–સ્તુતિ પંચક
(સવૈયા છંદ) જેનું અદ્ભુત રૂપ નીરખતાં, ઉરમાં નહિ આનંદ સમાય; જેના મંગલ નામે જગમાં, સઘળાં વાંછિત પૂરણ થાય; સુરત-સુરમણિ-સુરઘટ કરતાં જેનો મહિમા અધિક ગણાય; એવા શ્રી ગુરુ ગૌતમ ગણધર, પદપંકજ નમું શિશ નમાય. ૧. વીર પ્રભુના શિષ્ય પ્રથમ જે, સકલ લબ્ધિ તણા ભંડાર વસુભૂતિ દ્વિજવંદન નવલા, પૃથ્વી માત હૃદયના હાર; જગમાં નહીં કોઈ એવું કારજ, જે જસ નામે ના સિદ્ધ થાય; એવા શ્રી ગુરુ ગૌતમ ગણધર, પદપંકજ નમું શિશ નમાય. ૨. પંદરસો તાપસ પ્રતિબોધી, પળમાં કેવળનાણી કર્યા નિજ લબ્ધ અષ્ટાપદ ચડીને ચઉવિશ જિનવર પય પ્રણમ્યા; જીવનભર પ્રભુ વીર ચરણની, જેણે ભક્તિ કરી સુખદાય; એવા શ્રી ગુરુ ગૌતમ ગણધર, પદપંકજ નમું શિશ નમાય. ૩. માન થયું જસ બોધનિમિત્તકને, ગુરુભક્તિ નિમિત્તક રાગ, થયો વિષાદ ખરેખર જેનો, કેવલ વરદાયક મહાભાગ; નીરખી જસ અભુત આ જીવન, કોને મન નવિ અચરજ થાય; એવા શ્રી ગુરુ ગૌતમ ગણધર પદપંકજ નમું શિશ નમાય. ૪. વીર વદનથી વેદ વચનના અર્થ યથાર્થી સુણી તત્કાળ; બોધ લહી પણ સય સહ, છાત્રે સ્વીકાર્યું સંજમ અસરાલ, ત્રિપદી પામી પ્રભુથી જેણે, દ્વાદશ અંગ રચ્યાં ક્ષણમાંય, એવા શ્રીગુરુ ગૌતમ ગણધર, પદપંકજ નમું શિશ નમાય.
* * * શ્રી ગૌતમસ્વામીનું સ્તવન તારા વિના કોની સાથે બોલવું જંગલવત લાગે છે,
આ સંસાર જો આંકણી, વિવિધ શાસ્ત્ર તણો આલાપ કરું
ભોજન પણ ભાવે નહીં તુમ વિણ જો... કાર્ય સફળ કરવા તુજ અનુમતિ માંગતો
એહવી એ વીર કોણથી પ્રાપ્ત જ થાય જો, પ્રેમ પ્રકર્ષે હર્ષ હતો મુજ અંતરે નિશ્ચય
આપ ચાલ્યા શિવસ્થાને જો...